મોરબી ભાજપ દ્વારા પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની બાદબાકી બાદ વિવાદ ઉભો થતા આમંત્રણ પત્રિકામાં નામ સાથે નવી છપાવી રીલીઝ કરાઈ

0
9

મોરબી ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમના આમંત્રણ પત્રિકામાં પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નામની બાદબાકી બાદ વિવાદ છંછેડાયો હતો અને આ વાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુધી પહોચતા પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નામને હકારાત્મક રીતે ધ્યાને લઈને આગામી ૧૩ નવેમ્બરના રોજ યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકાને ફરી પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નામ સાથે છપાવી રીલીઝ કરાતા હાલ તો મોરબી જિલ્લા ભાજપમાં છંછેડાયેલો વિવાદ શાંત પડ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ પત્રીકામાં પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નામની બાદબાકી થતા સોશીયલ મીડીયામાં ચર્ચા જાગી હતી અને આ સમ્રગ મામલો બીજી ન્યૂઝને ધ્યાને આવતા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેનો પડઘો પડ્યો હોય તેમ આમંત્રણ પત્રિકા નવી છાપવા જિલ્લા ભાજપ મજબુર બન્યુ હોય તેમ પુર્વ ધારાસભ્યના નામ સાથે નવી આમંત્રણ પત્રિકા છપાવી રીલીઝ કરાઈ છે
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here