મોરબી પંથકની ૬ જેટલી ગ્રામ પંચાયતો મંજુર કરતાં મંત્રી બ્રિજેશ મેરજા

0
4

મોરબી જિલ્લા પંથકની પંથકની ( ૧ ) ખિરઇ ગામમાંથી પંચવટી નવી ગ્રામ પંચાયત ( ૨ ) બોડકીમાંથી ટાટાનગર નવી ગ્રામ પંચાયત ( ૩ ) જીજુંડામાંથી સોલંકીનગર નવી ગ્રામ પંચાયત ( ૪ ) ચાચાવદરડામાંથી નીરૂબેન પટેલનગર નવી ગ્રામ પંચાયત ( ૫ ) મહેન્દ્રનગરમાંથી ઇન્દીરાનગર નવી ગ્રામ પંચાયત અને ( ૬ ) જબલપુરમાંથી આર્યનગર નવી ગ્રામ પંચાયત વિગેરે ગ્રામ પંચાયતો નવી અસ્તિત્વમાં આવેલ છે . રાજયના પંચાયત ( સ્વતંત્ર હવાલો ) મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ આ અંગે પંચાયતીરાજના વિકેન્દ્રીકરણની વિભાવનાને ધ્યાને લઇને , આ જુથ્થ ગ્રામ પંચાયતોમાંથી અલગ ગ્રામ પંચાયત કરીને લોકોને પંચાયત દ્વારા વધુમાં વધુ વિકાસનો લાભ મળે તેને ધ્યાને રાખીને આ નવી ગ્રામ પંચાયતનો નિર્ણય કર્યો છે . પંચાયતીરાજના ઇતિહાસમાં મોરબી પંથકમાં એકી સાથે ૬ જેટલી ગ્રામ પંચાયતોનું અલગ અસ્તિત્વ આપવામાં શ્રમ અને રોજગાર , પંચાયત ( સ્વતંત્ર હવાલો ) , ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાની વહીવટી કુનેહ અને ત્વરીત નિર્ણય કરવાની કાર્યકૂશળતાને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઇ કૈલા તેમજ મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમાબેન કાનજીભાઇ ચાવડા , માળીયા ( મી ) તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ તથા ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા વિગેરેએ આવકારીને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાનો આભાર માન્યો હતો
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here