મોરબી : ગાઢ ધુમ્મસનુ સામ્રાજ્ય વાહન વ્યવહાર ઉપર માઠી અસર ધુમ્મસની ચાદર છવાઈ

0
11

શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે સિઝનની પ્રથમ ગાઢ ધુમ્મસથી જનજીવન થંભી ગયુ ઠંડીનો પારો ગગડ્યો વાહનો એકબીજા સાથે અથડાયાની ઘટનાઓ બની

મોરબી સહીત સમગ્ર પંથક ઉપર આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસનુ સામ્રાજ્ય છવાયુ હતુ જે મોડે સુધી રહેતા જનજીવન થંભી ગયુ હતુ અને વાહન વ્યવહાર ઉપર માઠી અસર પહોંચી હતી જેના કારણે હાઈવે પર નાના મોટા વાહનોને થંભાવી દેવા લોકો મજબુર બન્યા હતા તેમજ કામ અર્થે જતા લોકો સમયસર પહોચી શક્યા નહોતા તો બસ સહીતના વાહનો મોડા પડ્યા હતા સિઝનના પ્રથમ ગાઢ ધુમ્મસથી વાતાવરણ આહલાદક બની જતા વહેલી સવારનો માહોલ જમ્મુ કાશ્મીર જેવો બની ગયો હતો અને સમ્રગ પંથક ઉપર સફેદ ચાદર છવાઈ જતા ફુલગુલાબી ઠંડી સાથે કુદરતી સૌંદર્ય જેવુ વાતાવરણ સર્જાયું હતુ વહેલી સવારથી ઝાકળવર્ષા સાથે ધુમ્મસ છવાઈ જતા રોડ ઉપર વિઝીબીલીટી ઘટી જતા ૩૦ ફુટથી દેખાવુ મુશ્કેલ બન્યુ હતુ જેના કારણે હાઈવે ઉપર અકસ્માતની ઘટના પણ બની હતી જેથી રીક્ષા ટ્રક સહીતના નાના મોટા વાહનોના હાઈવેની હોટેલ પર થપ્પા લાગી ગયા હતા આમ વહેલી સવારે આવેલી ગાઢ ધુમ્મસ ૧૧ વાગ્યા પછી ઘટી જતા ૬ કલાક સુધી સતત વરસાદી ઝાપટાની જેમ વરસતી ઝાકળવર્ષા સાથેના ગાઢ ધુમ્મસથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here