મોરબીમાં આગામી ભાજપના સ્નેહમિલનમાં મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આમંત્રણ પત્રીકામાં બાદબાકી

0
20

મોરબી

મોરબી જિલ્લા ભાજપ દ્વારા આગામી ૧૩ નવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટી આયોજીત સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આવના હોય ત્યારે ભાજપના અનેક નાના મોટા નેતાઓને વીણી વીણીને આમંત્રણ પત્રિકામાં નામ લખવામાં આવ્યા છે

પરંતુ જેનો ડંકો વાગતો અને મોરબી માળીયા વિસ્તારમાં આજની તારીખે લોકોમાં લોકચાહના થકી જાણીતા પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આ સ્નેહમિલનમાં બાદબાકી કરાઈ હોય તેમ એક હોનહાર અને બાહોશ માજી ધારાસભ્યના નામને આમંત્રણ પત્રિકામાં સ્થાન ન અપાતા તરેહ તરેહની ચર્ચા થઈ રહી છે તેમજ અતિ મહત્વની બાબત તો એ છે કે મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર જેને સતત પાંચ ટર્મ સુધી નેતૃત્વ કરી લોકોના દિલમાં રહી ખડે પગે કામ કર્યા છે અને હંમેશા લોકોની પડખે રહી મોરબી અને માળીયાના ગ્રામ્ય વિસ્તારમાં સતત દોડતા રહી મોટેરા તો ઠીક પણ નાના છોકરાઓના દિલમાં કાનો કાનો નામ ગુંજતું હોય એવા કાંતિલાલ અમૃતિયાનુ આમંત્રણ પત્રીકામાં મહાનુભાવોની ઉપસ્થિતમાં નામ નહી લખાતા સોશ્યલ મીડિયામાં આ આમંત્રણ પત્રિકા ચર્ચાના ચકડોળે ચડી છે જોકે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શુ કાંતિલાલ અમૃતિયાનુ નામ ભાજપ દ્વારા જાણી જોઈને ન છાપી બાહોશ ગણાતા ધારાસભ્યની બાદબાકી કરવામાં આવી છે કે કેમ ? જોકે અમુક અનુભવ રાજકારણ અને બુદ્ધિજીવીઓમાં એવી પણ ચર્ચા થઈ રહી છેકે જો ભુલ હોય તો સુધારી નામ ચડાવી દેવાઈ પરંતુ પત્રિકા જિલ્લાભરમાં ફરી રહી હોવાથી પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની જાણી જોઈને જ બાદબાકી કરાઈ હોવાની ચર્ચાએ ભારે ચકચાર મચાવી દીધી છે ત્યારે દિવાળી પછી નવા વર્ષ બાદ મોરબી ભાજપ દ્વારા આગામી ૧૩ નવેમ્બરના રોજ સ્નેહમીલનનો કાર્યક્રમ જે.પી.ફાર્મ ખાતે રાખવામાં આવ્યો છે હવે જોવાનું એ રહ્યુ કે હંમેશા લોકચાહના થકી સારી નામના ધરાવતા પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની બાદબાકી કરાતા જિલ્લા ભાજપમાં આગામી સમયમાં ગરમા ગરમી જોવા મળે તો નવાઈ નહી

રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here