મોરબીના નેશનલ હાઈવે બન્યા ખખડધજ મગરની પીઠ જેવા હાઈવેથી વાહન ચાલકો પોતાના હાડકા મફતમાં ભંગવી રહ્યા જેવો તાલ હાઈવે તંત્ર ભરનિદ્રાંમાં

0
8

મોરબી
તા.૧૩ ઓકટોબર

ચોમાસાના વરસાદે નેશનલ હાઇવેને ઉબડખાબડીયો કરી દીધો છતા અધિકારીઓ ઊંઘમાં ? હાઈવે ઉપર મસમોટા ગાબડાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા

મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર ચોમાસાની શરૂઆતથી ગાબડારાજ જેવો તાલ જોવા મળતો હતો જે ચોમાસા બાદ હાઈવેની હાલત બદસુરત જેવી થઈ જતા વાહન ચાલકો મફતના ભાવે પોતાની કેડ કમરના હાડકા ભંગવવા મજબુર બન્યા છે ચોમાસાએ પણ વિદાય લઇ લીધી છે છતા હાઈવે ઓથોરીટી કે નેશનલ હાઇવેના અધિકારીઓની ઉંઘ ઉડતી નથી અને હાઈવે દિનપ્રતિદીન બદતર બનતો જાય છે જેના કારણે હાઇવે ઉપર મસમોટા ગાબડાથી અવાર નવાર નાના મોટા અકસ્માતોના બનાવ બની રહ્યા છે છતા હાઈવેના જેતે જવાબદાર અધિકારીઓ એસી ઓફીસમાં આરામ ફરમાવી વાહન ચાલકોના પેટના પાણી તો ઠીક હાડકા હલબલાવી નાખે તેવા રોડ પર મસમોટા ગાબડા પડી ગયા છતા તંત્રના પેટનું પાણી હલતું નથી જેથી સ્થાનીકોની સાથે વાહન ચાલકોએ હાઈવે પર પડેલા ગાબડાને જલ્દીથી રીપેરીંગ કામ હાથ ધરે તેવી માંગ ઉઠી છે તેમજ હાઈવે પર વાહન ચાલકો પાસેથી પુરતો ટોલ ટેક્ષ તો ઉઘરાવી લે છે પરંતુ કોન્ટ્રાક્ટર કે સરકારી બાબુઓ વાહન ચાલકોને પુરતી સુવિધા આપવામાં પાંગળા સાબિત થયા છે તદુઉપરાત વાહન ચાલકોને ભંગાર રોડથી ટોલટેક્ષની સાથે પોતાના વાહનોમાં પારાવાર પરિવહન કરતા માલ સમાનમાં નુકસાની આવતી હોય છે છતા મજબુર બનેલા ટ્રક ચાલકોને માલ સામાન સમયસર પહોચાડવા તત્પર રહે છે પરંતુ સરકારી બાબુઓ કે કોન્ટેકટરો વાહન ચાલકોને આરામદાયક સુવિધા આપવામાં પાંગળા સાબિત થયા છે ત્યારે હવે તંત્ર અકસ્માતની રાહ જોવે છેકે રોડ રસ્તા રિપેર કરે છે તે જોવું રહ્યુ તાજેતરમાં સરકાર દ્રારા એક મેસેજ કરોને રોડ રિપેર કરો જેવી મંત્રી દ્વારા રોડ રસ્તા રિપેરીંગ ઝુંબેશ ઉઠાવી હતી પરંતુ હજુ સુધી આ ઝુંબેશ માત્ર હવામાં લટકતી હોવાની રાવ ઉઠી રહી છે

રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here