મેવાસી હોળી તરીકે જાણીતુ એવુ રૂડુ અંતેલા ગામ ની હોળી ફાગણ સુદ તેરસ ના દિસવે પ્રગટાવવામાં આવે છે

0
9


દેવગઢબારિયા ના અંતેલા ગામ ની મેવાસી હોળી તરીકે ઓળખવામાં આવે છે.વડવાયો ના કહેવા મુજબ પાવાગઢ થી આવીને અંતેલા ગામ માં વસ્યા હતાં.જેના કારણે અંતેલા ગામ ની હોળી પાવાઢવ ની હોળી ના એક દિવસ પહેલા હોળી પ્રગટાવવા માં આવે છે. અંતેલા ગામ ની મેવાશી હોળી તરીકે જાણીતી વર્ષો જૂની પરંપરા છે જે ફાગણ સુદ (તેરસ)ના દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’ પ્રગટાવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોળીકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

રિપોર્ટ:- મનીષ પટેલ
દેવગઢબારિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here