બનાસકાંઠા… ભાભર
મીઠા થી ખારા માઈનોર કેનાલમાં મોટુ ગાબડું પડ્યું છે. અને દસ થી પંદર દિવસ થી કેનાલ તૂટેલ છે તો પણ કોઈ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી છેવાડા ના ગામોમાં કેનાલ તૂટવાનો શીલશિલો યથાવત રહેતા આજે ફરીવાર મીઠાં થી ખારા પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે પંદર દિવસ થી કેનાલ તૂટેલ છે પણ કોઈ તંત્ર સાભળવા તૈયાર નથી. કેનાલ તૂટતાં આગળ પાણી ના પહોંચતા ખેડૂતોને મોટી હાલાકી ભોગવી પડી રહી છે અને જ્યાં કેનાલ તૂટેલ છે ત્યા આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઇ જતાં રવી પાકો બળીને ખાક થઈ રહયો છે. કેનાલ તૂટવા થી હજારો લીટર પાણી વેડફાઇ રહયું છે કેનાલ તૂટતાં સ્થાનિક ખેડૂતો માં ભય નો માહોલ સર્જાયો છે સુ મિડિયા ના આ અહેવાલ થી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી….
અહેવાલ તસ્વીર.. દિનેશ ઠાકોર ભાભર