માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રા. શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને વાલી સંમેલન યોજાયું.

0
10


દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રાથમિક શાળા ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખુબ ધામ ધૂમથી કરવામાં આવી. દેશના વધપ્રધાન પરમ આદરણીય નરેન્દ્રભાઇ મોદી સાહેબના ક્રાંતિકારી વિચારો પૈકીનો એક વિચાર એટલે દીકરીની સલામ દેશને નામ.જેના અનુસંધાનમાં આજે ગામમાંથી સૌથી વધારે ભણેલી દીકરી કું વસંતાબેન દીપસિગ ભાઈ બારીઆ ના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.જેના થકી અન્ય દીકરીઓને ભણવા માટેની પ્રેરણા મળશે.સાથે સાથે આ વર્ષે જેમના ઘરે દીકરીનો જન્મ થયો હોઈ તેવી માટેનું પણ સન્માન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી ભારતસિંહ બાદરસિંહ રાઠવા દ્વારા આજના પ્રજા સત્તાક પર્વની ઉજવણી બાબતે પોતાનું વકતવ્ય આપીને દેશના વિકાસમાં એક વાલી તરીકે આપનો શું રોલ છે તે અંગે વાલીઓને સમજ આપી . ધ્વજ વંદન કાર્યક્રમ બાદ શાળામાં વાલી સંમેલન યોજવામાં આવ્યું.જેમાં ફળિયા શિક્ષણ માં ગેરહાજર રહેતા બાળકો અંગે ચર્ચા કરવામાં આવી.અને તમામ બાળકો ફળિયા શિક્ષણનો લાભ લે તે માટે SMC સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી. કોવિડ ની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારશ્રીની ગયાડ લાઈન અંગેની પણ વાલી મિત્રો સાથે ચર્ચા કરવામાં આવી. આમ આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની સાથે સાથે એક સફળ વાલી સંમેલન પણ યોજાઈ ગયું.આજના કાર્યક્રમમાં ગામના નવ નિયુક્ત સરપંચ શ્રીમતી વસંતા બેન દિગ્વિજયસિંહ પટેલ, માજી સરપંચ શ્રીમતી ચંદાબેન પટેલ, SMC અધ્યક્ષ કમળાબેન, તથા મોટી સંખ્યામાં વાલી મિત્રો હજાર રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનો યથાયોગ્ય સહયોગ આપ્યો હતો. છેલ્લે શાળાના મ.શિ ભરતકુમાર શંકરભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here