બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં લોક જાગૃતિ અને સેવાકીય કાર્ય કરતા માનવતા ગ્રુપ ભાભર દ્વારા માનસિક રીતે અસ્થિર મહિલાને 181 અભયમ હેલ્પલાઈન ને કારણે મળ્યો આશરો
મળી રહેલ માહિતી મુજબ ખીમાણા ગામ પાસે એક માનસિક અસ્થિરવૃદ્ધ મહિલા રોડ બેઠી હતી ,જેને જોઈને સ્થાનિક લોકોને દયા આવી અને તેના પરિવારજનો વિશે જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કંઈ બોલી શક્યા નથી .આખરે કમલેશભાઈ બારોટ અને ભરતભાઇ દેસાઈ જાગૃત નાગરિકે માનવતા ગ્રુપ ને જાણ કરવામાં આવેલ અને માનવતા ગ્રુપ ભાભર સ્થળ ઉપર જઈને સંપૂર્ણ માહિતી મેળવીને 181 હેલ્પ લાઇન પર કોલ કરી આ અજાણી મહિલા વિશે માહિતી આપી . કોલ મળતા જ પાલનપુર સ્થિત 181 અભયમની રેસ્ક્યુ ટિમ જિનલબેન સોલંકી કાઉન્સલર , શિલ્પાબેન પોલીસ , અમરતભાઈ બારોટ દર્શાવેલ સ્થળે ઉપર પહોંચી વૃદ્ધ મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો .પરંતુ તેના ઘર કે પરિવાર વિશે કોઈ જાણકારી નહોતી .તેથી આ મહિલાને પાલનપુર નારી ગૃહ માં મોકલી આપેલ, આમ વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કરી માનવતા ગ્રુપ ની ટીમના ખરેખર એક માનવીય કાર્ય ને સ્થાનિક લોકો બિરદાવી રહ્યા છે..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર