માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડતાં વાડોદર ગામના ગણપતભાઈ ઝવેરભાઈ પટેલ

0
9
 દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામના વતની અને આર.એસ.એસ. ના સ્વયંસેવક પટેલ ગણપતભાઈ ઝવેરભાઈ દ્વારા મળેલ મોબાઈલ મૂળમાલિકને પરત કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું  હતું.  ગણપતભાઈ પટેલ તા. ૨૩/૧૧/૨૦૨૧ ના રોજ  પોતાના કામથી લીમખેડા ગયા હતા ત્યારે રસ્તામાં લીમખેડા ઓવર બ્રિજની બાજુમાં સર્વિસ રોડ ઉપર મોબાઈલ પડેલો જોઈને તેઓ પોતાની ટુ વ્હીલર બાઈક ઉભી રાખી ને નીચે પડેલો મોબાઇલ પોતાના હાથમાં લઈને જોયું ત્યારે ફોનમાં સિક્યુરિટી લોક લાગેલું હોવાથી તેમને એ  ફોન પોતાની સાથે લઈને ચારે તરફ જોયું ત્યારે આજુબાજુ કોઈ નજરે પડયું ન હતું જેથી ગણપતભાઇ એ ફોન પોતાની સાથે લઈને પીપલોદ આવ્યા હતાં ત્યારબાદ મૂળ માલિક નો ફોન આવશે તેની રાહ જોવા લાગ્યા.  થોડીવારમાં પછી મોબાઈલ ના મૂળ માલિક નો મળેલ મોબાઈલ ઉપર ફોન આવ્યો ત્યારે ગણપતભાઇ એ વિગતે જણાવ્યું કે મને આ જગ્યાએથી ફોન મળ્યો હતો અને અત્યારે હું પીપલોદ પરિવાર શોરૂમ ની બાજુમાં સ્વરાજ મોલ પર છું અને આ જગ્યાએ આવી તમે તમારો ફોન લઈ જાઓ તેવું જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં મોબાઈલ માલિકનું નામ ભુપેન્દ્રકુમાર નટવરલાલ  પંચાલ, રહે. મોટી બાંડીબાર, તાલુકો. લીમખેડા, જિ. દાહોદ ના વતની હતાં તેમની લીમખેડામાં વંશ સિલ્વર નામની દુકાન ચાલે છે. મોબાઈલ OnePlus Nord કંપનીનો છે અને તેની કિંમત રૂ.35000/- છે એમ તેમણે જણાવ્યું હતું. આમ ગણપતભાઇ ઝવેરભાઈ પટેલે મોબાઈલ પરત આપી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ અગાઉ પણ ગણપતભાઇ એ પોતાના ગામમાંથી એક મોબાઇલ મળ્યો હતો તે પણ તેના મૂળ માલિકને પરત કર્યો હતો. 

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here