મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટા ગામે ગરબા ની રમઝટ જામી

0
42

.મહીસાગર

મહીસાગર ના ખાનપુર તાલુકાના ગાંગટા ગામે નવરાત્રી ગરબા નો માહોલ જામ્યો . ગાંગટા ગામે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે . જેમાં ગાંગટા ગામ ના યુવાનો જેવાકે ભરતભાઈ જોશી.પરેશ પટેલ.પ્રવિણ પટેલ. વિશાલ પટેલ. પ્રિયંકા પટેલ.જેવા અનેક ઉત્સાહી યુવાનો દ્વારા દર વર્ષે નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે જેમાં ગામની મહીલાઓ.પુરૂષો.બાળકો આને આજુ બાજુ ના ગામના લોકો પણ ગરબે ઘુમવા આવે છે.નોરતા ની રંગત જામી છે.નવરાત્રી ના છેલ્લા દિવસો હોવાથી ગરબા માં ભારે ભીડ પણ જોવા મળે છે. ગરબાઓમાં રમઝટ જામી છે.લોકો કોરોના ને ભુલી ને માતાજીની ભક્તિ માં તલ્લીન થયા છે. પરંપરા ગત વસ્ત્રો માં ખેલૈયાઓ જોવા મળે છે. તેમજ નવરાત્રી ના પવિત્ર તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી આવે છે ડીજે ના તાલે ગરબા ની રમઝટ જામી છે.અને ગામના લોકો માં ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો છે. સરકાર દ્ધારા આ વખતે ગરબા નુ આયોજન કરવાની છુટ આપી છે અને ગરબા ના આયોજન ને લોકો એ સારો પ્રતિસાદ પણ આપ્યો છે.ગાગટા ગામ ના આયોજકો દ્વારા ગરબા રમ્યા પછી નાસ્તા-પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ગામ ના યુવાનો દ્વારા નવરાત્રી નુ ખુબ સરસ આયોજકો દ્વારા આયોજન થઈ રહ્યું છે

રીપોર્ટ …. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here