આજ રોજ તલોદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ વિનોદ મુંગડ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેરોલના ડૉ તુષાર લેવવા ના માર્ગદર્શન હેઠળ આર.કે.એસ.કે પોગ્રામ અંતર્ગત મહીયલ ગાંમની જે બી ઉપાધ્યાય હાઇસ્કુલમાં કિશોર મૈત્રીપૂર્ણ આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યો જેમાં કિશોર કિશોરીઓને આરોગ્યલક્ષી માહીતી તેમજ આરોગ્યની તપાસ કરવામાં આવી જેમાં વજન,ઉંચાઇ,બીએમઆઇ અને એચ.બી કરવામાં આવ્યું,જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ વિનોદ મુંગડ દ્વારા આર.કે.એસ.કે પોગ્રામ વિશેના છ કમ્પોન વિશે તેમજ એમપીએચએસ પ્રફુલભાઇ દ્વારા વાહકજન્ય રોગો વિશે, સી.એચ.ઓ નેહાબેન દ્વારા મેડિટેશન અને યોગ ની માહીતી આપી અને યોગ કરવામાં આવ્યા તેમજ એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિપક સુતરીયા દ્વારા પોષણ અને મેન્ટલ હેલ્થ,ફિહેવ નેહાબેન દ્વારા માસિક ચક્ર અને તે દરમિયાનની સ્વચ્છતા વિશેનું આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યુ હતું જેમાં તાલુકા હેલ્થ ઓફિસર સર,આયુષ એમઓ સર,એમપીએચએસ,એડોલેશન હેલ્થ કાઉન્સેલર,સી.એચ.ઓ એમપીએચડબલ્યુ,ફીહેવ,આશાબેન તેમજ સ્કુલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો
કમલેશ પટેલ તલોદ