મધ્યસ્થ શાળા પિપલોદ ના આચાર્યશ્રી કિશનભાઈએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

0
6

રોજ વિક્રમ સંવત ૨૦૭૮ ના નવા વર્ષ ના મંગલ દિવસે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મધ્યસ્થ શાળા પીપલોદના આચાર્ય કિશનસિંહ સાહેબે શાળામાં અભ્યાસ કરતા બાળકો ને મળી શુભેચ્છાઓ પાઠવવા નો અવસર મળ્યો હતો. સૌ પ્રથમ સવારે ૦૯.૦૦ કલાકે ગુણા ફારમ ફળિયા માં ફુલસિહભાઈ પૂર્વ SMC સભ્ય અને વિનોદ ભાઈ SMC સભ્ય ના આયોજન થી ફારમ ના તમામ વાલી અને બાળકોને મળી નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી. નવા વર્ષ માં નવા સંકલ્પ સાથે નવા વર્ષની શરૂઆત કરવા તથા વાલીઓ ને બાળકો ના શિક્ષણ પ્રત્યે જાગૃત રહી બાળકો પુરુ અને ઉત્તમ શિક્ષણ મેળવે તે બાબતે ચર્ચા કરી હતી. ત્યારબાદ અસાયડી ગામે બાળકો અને વાલીઓ ને મળી નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી. બાળકો ના સર્વાંગી વિકાસ ની ચર્ચા કરી અને ત્યાથી સાલીઆ કરસણી ફળીયા માં મનોજભાઈ, દેવરામભાઈ અને તેમની ટીમ ના આયોજન થી બાળકો અને વાલીઓ ને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી. બાળકો ને તેમના અભ્યાસ અને વાલીઓ ને તે વિષય ની જાગૃતતા વિષય ચર્ચા કરી.. અને ત્યારબાદ તોયણી ડામોર ફળીયા મા ભોપતભાઈ ના ઘરે બાળકો ને મળી શુભેચ્છાઓ પાઠવી. અને છેલ્લે પુજારા ફ. અને સુથાર ફળીયા ના બાળકો ને મળી નવા વર્ષ ના સંકલ્પ લેવડાવી ને છુટા પડ્યા હતાં. સમગ્ર મુલાકાત દરમિયાન વાલીઓ અને બાળકો મા ખૂબ જ ખુશી જોવા મળી હતી. તમામ વાલીઓ એ ફુલહાર પહેરાવી આચાર્યશ્રી કિશન સાહેબનું સન્માન કરવામા આવ્યુ હતું. વાલીઓ દ્વારા નાસ્તા અને મીઠાઈ ની તથા ચોકલેટ ની વ્યવસ્થા કરવામા આવી. મધ્યસ્થ શાળા આચાર્યશ્રી કિશન સાહેબે જણાવ્યું હતું કે ખરેખર આજે બાળકો ને મળી ખુબ આનંદ થયો. ખરેખર આજનો દિવસ ખુબ જ યાદગાર રહેશે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here