મકાન ભાડે આપતા પહેલા પોલીસને જરૂરી માહિતી આપવાની રહેશે

0
14


(માહિતી બ્યુરો પાલનપુર)
ગુપ્ત ચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી/અસામાજીક તત્વો શહેરોમાં તેમજ ગીચ વસતિવાળા વિસ્તાારમાં ગુપ્તર આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ કરે છે તેમજ આતંકવાદી પ્રવૃતિ કરે છે. આવા તત્વો માનવ જિંદગી ખુવાર કરી લોકોની તથા જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડે છે.
બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા આવા તત્વોો કોઇના મકાન ભાડે રાખી રહેતા હોય છે અને જગ્યાય વગેરેનો સર્વે કરી સ્થા નિક પરિસ્થિમતીથી માહિતગાર થઇને તેઓની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપતા હોય છે જેથી મકાન ભાડે આપતા મકાન માલિકો ઉપર કેટલાંક નિયંત્રણો મુકવાનું રાજય અને દેશની સુરક્ષાના પરિપ્રેક્ષ્ય માં જરૂરી જણાય છે.
શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ ફરમાવ્યુ છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં કોઇ મકાન/ઓધૌગિક એકમોના માલિકે અગરતો મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ/સંચાલક જયારે મકાન, ઓધૌગિક એકમ ભાડે આપે ત્યારે તે અંગેની જાણ ફોટોગ્રાફ્સ સાથે સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વિગતો આપવાની રહેશે. જેમાં મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં છે. મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, મકાન કયારે ભાડે આપેલ છે. જે વ્યક્તિને મકાન ભાડે આપેલ છે. તેમના નામ, સરનામા, ફોટા, પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ પુરાવા રૂપે સાથે આપવા. મકાન માલિકને ભાડુઆતોનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામું, કોન્ટેક્ટ નંબર તથા પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ પુરાવા રૂપે સાથે આપવાના રહેશે. આ હુકમ તા.૧૧/૦૩/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ તથા ગુ.પો.અધિ.ક. ૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here