ભિલોડા એસ.ટી બસ ડેપોના વય નિવૃત મેનેજરનો વિદાય સમારંભ યોજાયો

0
2

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

હિંમતનગર ડિવિઝનના ભિલોડા એસ.ટી બસ ડેપોના વય નિવૃત સેવાભાવી મેનેજર ગોવિંદભાઈ જી.શ્રીમાળી નો વિદાય સમારંભ ઉત્સાહભેર યોજાયો હતો.વય નિવૃત્ત મેનેજરને એસ.ટીના કર્મચારીઓએ સોનાની વીંટી પહેરાવી,મોમેન્ટો આપી,શાલ ઓઢાડી,શ્રીફળ અર્પણ કરાયું હતું.વય નિવૃત્ત એસ.ટી બસ ડેપોના મેનેજરનું શૈષમય જીવન તંદુરસ્ત રહે તેવા સુભાશિષ સૌ- કોઈએ પાઠવ્યા હતા.
વિદાય સમારંભ અધ્યક્ષ જગદિશભાઈ પટેલ,ગુજરાત પ્રદેશ મહામંત્રી,ભારતીય મજદુર સંધ,મુખ્ય મહેમાનો રામજીભાઈ દેસાઈ,દાદુભા રાઠોડ,સતીષભાઈ પટેલ,નિરંજનભાઈ શ્રીમાળી,
કનુભાઈ પટેલ,મનીષાબેન પંડ્યા સહિત એસ.ટી વિભાગના
ત્રણેય યુનિયનના હોદ્દેદારો,તમામ કર્મચારીઓ,સગાં – સબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here