ભિલોડા એન.આર.એ વિદ્યાલયમાં બીગ સેલ,આનંદ મેળો સત્વરે બંધ કરાવવા સંદર્ભે મામલતદારને આવેદનપત્ર અપાયું

0
6

કોરોના સંક્રમણના ભય વચ્ચે વિધાર્થીઓની સલામતી જોખમમાં મુકાઈ જશે તેવી સંભાવના

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા એસ.ટી.બસ સ્ટેશન સામે જન સેવા સંઘ સંચાલિત એન.આર.એ વિદ્યાલયના મેદાનમાં બીગ સેલ અને આનંદ મેળો સત્વરે બંધ કરાવવા સંદર્ભે મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર મયુરભાઈ રાવલને સામાજીક કાર્યકરો દ્વારા આવેદનપત્ર અપાયું હતું.
જન સેવા સંઘના પ્રમુખ ગીરીશભાઈ ઉપાધ્યાય,
સામાજીક કાર્યકરો,જાગૃત ભુતપુર્વ વિધાર્થીઓ અમિત ત્રિવેદી,ભરત ત્રિવેદી,જીગર ત્રિવેદી,રાહુલ ત્રિવેદી,

સમીર પંડયા સહિત ગ્રામજનોએ જણાવ્યું હતું કે એક તરફ કોરોના વાઈરસની મહામારી દરમ્યાન હવે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દિન પ્રતિ દિન કોરોના સંક્રમણ વધતા કેસો રોકેટ ગતિએ વધતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
અરવલ્લી જીલ્લા કલેક્ટરે તાજેતરમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને કલમ-144 અમલમાં મૂકી છે.કોરોના મહામારી દરમ્યાન માંડ-માંડ સ્કુલો શરૂ થઈ છે.

હાઈસ્કૂલના મેદાનમાં આનંદ મેળો શરૂ કરાતા હજજારો લોકોના ટોળે-ટોળા ખરીદી અર્થે આવતા કોરોના સંક્રમણનો ભય સતાવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ,સ્ટાફ માટે જોખમ ઉદ્ધવી રહ્યું છે.જાગૃત વાલીઓ ચિંતાતુર જોવા મળે છે.
ભિલોડામાં નાનો મોટો વેપાર ધંધો કરતા વેપારીઓને પણ આર્થિક રીતે નુકસાન થાય તેવી ભીતિ ઊભી થઈ ગઈ છે.શૈક્ષણિક હેતુનો ગેર ફાયદો ઉઠાવ્યો છે સાથે-સાથે કોમર્શિયલ રીતે ઉપયોગ કર્યો છે.
જન સેવા સંઘના પ્રમુખ ગીરીશભાઈ ઉપાધ્યાયએ લેખિતમાં જણાવ્યું હતું કે બીગ સેલ નામનો આનંદ મેળો સત્વરે બંધ કરાવવા સંદર્ભે અરવલ્લી જીલ્લા કલેકટર,પોલીસ વડા,પી.એસ.આઈ સહિત મામલતદારને લેખિતમાં પત્ર પાઠવ્યો છે.બીગ સેલ નામનો આનંદ મેળો સત્વરે બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને ભુખ હળતાળ પર બેસવાની ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here