ભિલોડામાં સુપર 30 બેચનો વર્ગ શરૂ કર્યો

0
15


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની સુપર-30 બેચનો વર્ચ્યુઅલ માધ્યમથી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને અને નાયબ જી.પ્રા.શિ. સમીરભાઈ પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.ભિલોડા બી.આર.સી કો.ઓ. પંકજભાઈ ચૌહાણ દ્વારા ભિલોડા નજીકના ગામોની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા કુલ-30 બાળકોએ સત્રાંત પરીક્ષા અને એકમ કસોટીઓમાં આવેલ ગુણના આધારે પસંદગી કરી,આ વર્ગ શરૂ કરવામાં આવેલ બેંચમાં તાલુકાના જ વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શનિવાર સાંજે 3 થી 6 અને રવિવારે સવારે 9 થી 12 એમ અઠવાડિયાના છ કલાક વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.પ્રતિભાશાળી બાળકો ધોરણ-6 થી જ ભાવિ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ બની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકે એ હેતુ થી જી.પ્રા.શિ.ની પ્રેરણા થી શરૂ થયેલ આ ભગીરથ કાર્યમાં તાલુકાના સી.આર.સી.કો.ઓ., તજજ્ઞ ફેકલ્ટીઝ,વાલીઓ, સુપર-30 બેંચના વિદ્યાર્થીઓ Microsoft Teams ના માધ્યમથી ઉત્સાહપૂર્વક જોડાયા હતા. બી.આર.સી.કો.ઓ.એ સ્વાગત પ્રવચન તેમજ જી.પ્રા.શિ. સમીરભાઈએ આ પ્રસંગે પ્રેરક માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.હાલમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી સુપર – 30 નો વર્ગ ઓનલાઈન ચાલશે પરંતુ સમયાંતરે ઓફ લાઇન વર્ગો શરૂ કરવામાં આવશે જેમાં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયોની સાથે-સાથે જનરલ નોલેજ વિશેનું જ્ઞાન બાળકોને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here