ભિલોડામાં બેંક કર્મચારી કોરોનાની ઝપેટમાં સપડાયા ની ચર્ચાઓ થી ગ્રાહકો માં ફફડાટ

0
6


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

કોરોના વાઈરસની મહામારી દરમ્યાન બીજી લહેર ધાતક પુરવાર થયા બાદ હવે ત્રીજી લહેરનું સંક્રમણ દિન પ્રતિ દિન વધતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં સંતુહિરા માર્કેટ કાર્યરત બેંક ઓફ બરોડાના કર્મચારી કોરોના વાઈરસથી સંક્રમીત થયેલ હોય ની ચર્ચાઓ થી બેંકમાં અવરજવર કરતા ગ્રાહકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
બેંક ઓફ બરોડામાં નાણાંકીય લેવડ દેવડ માટે અવરજવર કરતા ગ્રાહકો ભારે મુંઝવણમાં મુકાયા છે. આરોગ્ય વિભાગ હજુ અંધારા માં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે રાજ્ય સરકાર અને આરોગ્ય મંત્રી ખુબજ ચિંતા કરે છે રોજેરોજ પ્રેસ મીડિયા સમક્ષ અને વહીવટી તંત્રની સાથે સખ્ત કડકાઈ થી કાર્યવાહી કરે છે પણ આદિવાસી વિસ્તારમાં આવેલા આરોગ્ય વિભાગના અધિકારીઓ ની લાપરવાહી ઉડી ને આંખે વળગી રહે તેવું જણાઈ આવે છે માત્ર હફ્તા રાજ માં રાચતા આરોગ્ય વિભાગના અધિકારીઓ ની શાન ઠેકાણે લાવે રાજ્ય સરકાર અને આરોગ્ય મિનિસ્ટર તેવી આ વિસ્તાર ની આદિવાસી જનતા ની માગણી છે જોવું રહ્યું આરોગ્ય વિભાગમાં કોઈ કડક પગલાં ભરશે કે પછી રામ ભરોષે રહે તે જોવું રહ્યું પણ આ સમગ્ર બાબતે ટોક ઓફ ટાઉન બન્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here