પંચમહાલ
પંચમહાલ જીલ્લાના ગોધરા મથક ખાતે ભારત વિકાસ પરિષદ, ગોધરાની કારોબારીની બેઠક આજરોજ એચ. એન. પટેલ ઉ. બુ. વિદ્યાલય, આંગળીઆ ખાતે મળેલ હતી, જેમાં આગામી કાર્યક્રમોની વિગતે ચર્ચા થઇ. ભવિષ્યમાં આવનાર કાર્યો વિશે વિગતવાર ચર્ચા કરી અને તેના આયોજન વિશેની ચર્ચાઓ કરી. ભારત વિકાસ પરિષદ કારોબારી મિટિંગમાં ગોધરા નગરના તમામ જવાબદારી વ્યક્તિઓ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. અને શ્રી દિલીપભાઈ દેસાઈ ના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે તેમના તરફથી ધોરણ- 1 થી 12ના આશ્રમશાળા અને છાત્રાલયમાં નિવાસ કરતાં તમામ 290 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યુ
અરવિંદસિંહ પી. સિસોદિયા
પ્રમુખ, ભાવિપ, ગોધરા
રીપોર્ટ … જીતેન્દ્ર ઠાકર