પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર તથા વેચાણની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી , એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડને ઉપરોકત કામગીરી કરવા કાર્યરત હતા તે દરમ્યાન હેડ કોન્સ. પૃથ્વીરાજસ્હિ જાડેજા , પો.કોન્સ. નંદલાલ વરમોરા તથા વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે મહારાણા પ્રતાપસર્કલ નજીક , કડીયાબોર્ડીંગ પાછળ ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા એક ઇસમને અલગ અલગ બ્રાન્ડની ભારતીય વિદેશીદારૂની ૭૫૦ મીલીની બોટલો નંગ -૧૦૮ કિ.રૂ. ૧,૨૩,૦૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડિવી . પો.સ્ટે . ખાતે પ્રોહી ધારા તળે ગુનો રજી કરાવેલ છે . , મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે .
આરોપીઓના નામ , ( ૧ ) હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુ ભા સ / ઓ . મમુભા જાડેજા / દરબાર ઉ.વ. ૩૪ રહે . મોરબી , નિત્યાનંદ સોસાયટી હાઉસીંગબોર્ડ પાછળ , તા.જી.મોરબી મુળ રહે વીરપરડા તા.જી. મોરબી ( ૨ ) રવિભાઇ નટુભાઇ વિડજા / પટેલ રહે . જુના દેવળીયા તા . હળવદ જિ . મોરબી ( પકડવા પર બાકી ) –
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પીએસઆઈ એન.બી.ડાભી , એન.એચ.ચુડાસમા , તથા એલ.સી.બી. / પેરોલફર્લો સ્કવોડ , દ્વારા કરવામાં આવેલ
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી