ભાભર તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાભર દ્વારા આઝાદીનાં ૭૫ માં અમૃત સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો..

0
17

આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આઝાદીના ૭૫માં વર્ષમાં અમૃત પ્રવેશ નિમિત્તે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનના માર્ગદર્શન હેઠળ માર્કેટ યાર્ડની અંદર સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા અભિયાન મહોત્સવમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાભરના સેક્રેટરી સંજયભાઈ પટેલ, ઇન્સ્પેક્ટર વિપુલભાઈ બારોટ, આસિસ્ટન્ટ સેક્રેટરી આર.બી પટેલ તથા હરગોવનભાઈ જોષી, શીવા ભાઈ દેસાઈ, નરેશભાઈ ચાવડા, સુરેશભાઈ પટેલ, વિજયભાઈ ઠાકોર, ભુપેન્દ્રભાઈ ઠક્કર, કિશનભાઇ ઠક્કર ઇશ્વરભાઇ ઠાકોર વિક્રમસિંહ રાઠોડ સુરેશભાઈ પટેલ વગેરે કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના 75 અમૃતમ સ્વચ્છતા અભિયાન નો પ્રોગ્રામ દિવાળી સુધી ચલાવવામાં આવશે. માર્કેટયાર્ડમાં કોઈપણ જગ્યાએ કચરો અથવા ગંદકી હશે તેને માર્કેટયાર્ડ દ્વારા દૂર કરવામાં આવી ભારતના સ્વચ્છ અભિયાન ને સફળ બનાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. આઝાદીનાં ૭૫ અમૃત સ્વચ્છતા અભિયાન દ્વારા દેશના દરેક નાગરિક સુધી આ સૂચિત સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે અને સફળ બનાવવામાં દરેકનું યશસ્વી યોગદાન રહે એવી માર્કેટ યાર્ડના સેક્રેટરી સંજયભાઈ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે પૂરતો સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી હતી.જે બદલ સેક્રેટરી તથા માર્કેટ યાર્ડના કર્મચારીઓએ તમામ વેપારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here