
કલોલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી જયેશજી ઠાકોર એ કલોલ તાલુકા વિસ્તાર ના જુદા જુદા ગામો માં આજ રોજ વૃક્ષારોપણ કરી પોતાના જન્મ દિવસ ની સાદગી થી ઉજવણી કરી
મળતી માહિતી અનુસાર જયેશ ઠાકોર સ્વભાવે સરળ અને સાદગી ભર્યા છે જેઓ હંમેશા પ્રજા ના કામો ની વાચા આપવા તત્પર રહેતા હોય છે. જેમણે પોતાનો જન્મ દિવસ કોઈ પાર્ટી કે ઠાઠ -માઠ થી ઉજવવાની જગ્યા એ પોતાના કલોલ તાલુકા ના ગામડા ઓમાં જેવા કે સઈજ, ગોકરપુરા, સબાસપુરા, જેઠલજ,હાજીપુર જેવા ગામોમાં વૃક્ષારોપણ કરું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના ગાઈડ લાઈન નું ધ્યાન રાખવા માં આવ્યું હતું. વૃક્ષારોપણ દરમિયાન ઉપ -પ્રમુખ મુકેશજી ઠાકોર, ભરતસિંહ વાઘેલા પાનસર, નરેશજી ઠાકોર બિલેશ્વરપુરા, હરેશજી ઠાકોર,જશુજી ઠાકોર, સંજય ઠાકોર હાજર રહ્યા હતા.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ