ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોની સુવિધા સંતોષવામાં સદંતર નિષ્ફળ નિવડી છે : શહેર કોંગ્રેસ સમિતિ..

0
9

કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે નાળા માગૅ પર પડેલા ખાડા નું પુરાણ કરવાં આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો..

કોંગ્રેસના કાર્યક્રમ લઈને સફાળા જાગેલા ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક ખાડાનુ પુરાણ કરાવ્યું..

પાટણ તા.23
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપ સાથે મંગળવારના રોજ પાટણ શહેરના પ્રથમ રેલ્વેનાળા પાસે કોંગ્રેસ સમિતિ દ્વારા માર્ગ પરના ખાડા પુરવા માટે આશ્ચર્ય જનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
પાટણ નગરપાલિકામાં ચૂંટાયેલી ભાજપ પાંખના સુધરાઇ સભ્યો નગરજનોની સમસ્યા ઉકેલવા માટે સરેઆમ નિષ્ફળ નીવડયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સમિતિ એ જણાવ્યું હતું કે જ્યારથી પાટણ નગરપાલિકા નું શાસન ભારતીય જનતા પાર્ટી એ સંભાળ્યું છે ત્યારથી શહેરીજનોને ભૂગર્ભ ગટરના પાણીની સમસ્યા , પીવાના પાણીનો પ્રશ્ન સહિતની અનેક સમસ્યાઓને સામનો કરવો પડી રહ્યો છે તો આવી પ્રાથમિક સમસ્યાઓ નાં નિવારણ માટે ભાજપના સુધરાઇ સભ્યોની બેદરકારીથી લોકો ત્રસ્ત બની ગયા છે . ત્યારે શહેરના પ્રથમ રેલ્વેનાળા પાસે છેલ્લા ૭ દિવસથી ઉભરાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણીની સમસ્યાને લઇ પાલિકાતંત્ર દ્વારા તેનું ખોદકામ કરી સમારકામ કરવામાં આવ્યુ હતું પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ તેનું વ્યવસ્થિત પુરાણ ન કરવામાં આવતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય જેને લઇને મંગળવારના રોજ કોંગ્રેસ નાં કોર્પોરેટરો અને આગેવાનો દ્વારા રેલ્વે નાળાના માર્ગો પર ખાડાનું પુરાણ કરવામાં આવે તે માટે ખોદકામ કરેલા માર્ગ પર પાવડા – કોદાળી જેવા સાધનો લઇ ભાજપના સુધરાઇ સભ્યો સામે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા . કોંગ્રેસના આ આશ્ચર્ય જનક કાર્યક્રમથી વાકેફ થયેલી ભાજપ શાસિત નગરપાલિકાએ સફાળા જાગી તાત્કાલિક ધોરણે પાલિકાના કર્મચારીઓને સ્થળ પર મોકલી યુદ્ધ નાં ધોરણે કામે લગાડી આ માર્ગનું પુરાણ કરવાની કામગીરી હાથ ધરી હતી .
આ કાર્યક્રમમાં વિપક્ષના સુધરાઇ સભ્ય અને શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here