ભચાઉ મધ્યે બાલાજી આશ્રમ મા ગુરુદત્તાત્રય જ્યંતિ ની ઉજવણી કરાઈ

0
5

તસ્વીર:એહવાલ-દિપક આહીર.

ભચાઉ મા આવેલા બાલાજી આશ્રમ મધ્યે ગુરુદત્તાત્રય ભગવાન અને ગુરુનાનક ની પ્રકાશ ની ખુશીમાં આજનો ભંડારો મહાપ્રસાદ કનકેશ્વરી મહારાજ -પંચ દશનામ જુના અખાડા ગુરુ ભરત ગિરી અંતરરાષ્ટિય આશ્રમ વૈકુંઠ ધામ ઉત્તરપ્રદેશ જિલ્લા સીતાપુર દ્વારા આજે ભચાઉ બાલાજી આશ્રમ મા અખંડ પાઠ ભંડારા પૂજા અખંડ હવન નું આયોજન કરવામાં આવ્યો હતો.
બાલાજી આશ્રમ ખાતે ભવ્ય મહાદેવ મંદિર. રામદેવપીર મંદિર. ગણપતિ મંદિર. ભૈરવ દાદા મંદિર. નાગાબાવા ના મંદિરઆવેલ છે.અહીં પૂજા પાઠ હવન શાસ્ત્રી જગદીશ મારાજ વોંધવાળા દ્વારા કરવામાં આવી હતી. આ પાવન પ્રંસગે બાલાજી આશ્રમ ભચાઉ ના મહંત મસ્તગિરી શ્રી રાષ્ટિય સુરક્ષા પરિસદ ગુજરાત પ્રદેશ. ના સ્થાને ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુરુદત્તાત્રય ભગવાન ની મહા આરતી કરવામાં આવી હતી તેમજ દેવાધિદેવ મહાદેવની પૂજાવિધી કનકેશ્વરી મહારાજ અને મસ્તગીરી માતાજી દ્વારા કરવામાં આવી હતી. ભંડાર કાર્યક્રમ મા રામેશ્વરગીરી. પ્રયાગગીરી. ચેતનગીરી. તેમજ પૂર્વ કચ્છ વિશ્વ હિન્દૂ પરિસદ ના મહેશભાઈ સોની. હાજર રહ્યા હતા.તેમજ ગુરુનાનક પ્રકાશ પર્વ ની પણ ઉજવણી કરવામાં આવી હતી.ગુરુ ભજનસિંઘ. જોગેદ્રસિંઘ. મહંત ઇંદ્રજીતસિંઘ મેઘપર ગૃરૃદ્વારા થી ભચાઉ ખાતે હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here