ભચાઉ તાલુકાના લુણવા સુખપર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડાં

0
18

તસ્વીર:એહવાલ -દિપક આહીર

કચ્છ ની જીવાદોરી સામાન નમર્દા કેનાલ મા ગાબડાં પડવાનું સિલસિલો યથાવત છે.
હાલતો એક તરફ નર્મદાના કચ્છ ને વધારાના નીર માટે કિસાનોની વઈવટી મંજૂરી માટે લડત ચાલે છે. ત્યારે બીજી બાજુ
લુણવા સુખપર વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલમાં લાંબા સમયથી ભંગાળ અને મોટા મોટા ગાબડાં જોવા મળે છે. ત્યારે સવાલ એ થાય છે કે સુ નમર્દા વિભાગ તંત્ર ને આની જાણ નહિ હોય કે નર્મદા વિભાગ તંત્ર ઘોર નિદ્રામાં છે ?
ભચાઉ.લુણવા સુખપર થી પસાર થઇ ટપ્પર ડેમ મા તેમજ કચ્છના અન્ય ડેમો મા આજ મુખ્ય કેનાલ માંથી આગળ પાણી જાય છે.આજ કેનાલ અગાઉ ગાબડાં પડી ગયા હતા અને લખો લીટર પાણીનું વેડફાટ થયો હતો. ફરીથી જો કેનાલમાં મોટું ગાબડું પડે તો ખેડૂતોના ઉભાપકને ભારે નુખસાન થઇ શકે છે. ત્યારે જો કેનાલ રીપેરીંગ કામ ના થાય તો અને તુટસે તો આનું જવાબદાર સરકારી તંત્ર અને નર્મદા વિભાગ તંત્ર રહેશે. કેનાલમાં મોટા ગાબડાઓ તંત્ર ને કેમ નથી દેખાતા. કે કોઈ અધિકારીની મીલીભગત છે.હવે જોવું એજ રહ્યું કે નર્મદાવિભાગ અને સરકારી તંત્ર શુ પગલાં તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here