
અમેરિકા સ્થિત પ્રજાપતિ પરિવારે ભગવાનની ભવ્ય આંગી અને અન્નકૂટ નાં યજમાન પદનો લાભ લઇ ધન્યતા અનુભવી..
કોવિડ ગાઇડ લાઇન મુજબ મોટી સંખ્યામાં ભક્તજનો એ ઉપસ્થિત રહી અન્નકુટના દર્શન પ્રસાદનો લાભ લીધો..
પાટણ તા.૨૬
પાટણ પ્રજાપતિ-સ્વામી પરિવાર ના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ના સપ્ત રાત્રી રેવડિયા મેળા ભક્તિમય માહોલમાં સંપન્ન બનતા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા શુક્રવાર ના શુભદિને ભગવાન શ્રી પદ્મનાભજી સન્મુખ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન તેમજ રંગબેરંગી ફૂલોથી ભગવાનની આંગી રચના સાથે ભગવાનના મંદિર પરિસરમાં મેળા નિમિત્તે બાંધેલી ચંદરવો ઉતારવાની ધાર્મિક વિધિ પ્રસંગ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રી પદ્મનાભજી ની સુંદર મજાનાં રંગબેરંગી ફુલોની આંગી તેમજ ભવ્ય અન્નકૂટ મહોત્સવના યજમાનપદે અમેરિકા સ્થિત શ્રીમતી લલિતાબેન પ્રહલાદભાઈ પ્રજાપતિ પરિવારના દિપમાલા રાજુલકુમાર પ્રજાપતિ પરિવારે લઈ ધન્યતા અનુભવી હતી.
શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા સપ્ત રાત્રી મેળાની ભક્તિ સભર માહોલમાં થયેલ પૂણાર્હુતિ પ્રસંગને અનુલક્ષીને આયોજિત કરાયેલા ભવ્ય અન્નકૂટ મહોત્સવ સહિત નાં ધાર્મિક ઉત્સવો ને લઈ વહેલી સવારથી જ પ્રજાપતિ-સ્વામી પરિવાર સહિત અન્ય સમાજના ભાવિક ભક્તો એ સરકાર ની કોવિડ ગાઈડ મુજબ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.તો શ્રી પદ્મનાભજી ભગવાનના સપ્ત રાત્રી રેવડીયા મેળા અને અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો માં સહભાગી બનવા બદલ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..