પાટણના ધારાસભ્ય, શહીદ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ અને અમેરિકા સ્થિત પાટણ પ્રજાપતિ સમાજના ના પરિવારજનોએ આરતી ઉતારી મેળાનો પ્રારંભ કરાવ્યો..
પદ્મનાભ મંદિર નાં વિકાસ કાર્યોમાં હંમેશા મદદરૂપ બનવા પાટણના ધારાસભ્યે તત્પરતા દર્શાવી..
પાટણ તા.23
પાટણ શહેરના વિશ્વ પ્રસિદ્ધ શ્રી પદ્મનાભ ભગવાનજી ના સપ્ત રાત્રી રેવડિયા મેળા સરકાર ની ગાઈડલાઈન મુજબ સાદગીપૂર્ણ રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં ભક્તિસભર રીતે ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે સપ્ત રાત્રી મેળાની પાંચમી રાત્રે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો,કિરીટ પટેલ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડો.ડી.એમ.પટેલ સહિત અમેરિકા સ્થિત પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો એ સમૂહમાં ભગવાન શ્રી પદ્મનાભજી સન્મુખ પુજા,અચૅના અને આરતી ઉતારી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
શ્રી પદ્મનાભજી ભગવાનના સપ્ત રાત્રી મેળા ની પાંચમી રાત્રિએ ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય તેમજ યુનિવર્સિટીના કાર્યકારી કુલ સચિવ સહિત અમેરિકા સ્થિત પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો નું શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા બુકે અને શાબ્દિક સન્માનથી સ્વાગત કરી ભગવાન શ્રી પદ નાથજી ની પ્રસાદ સ્વરૂપે ગોળ અને તલ માંથી તૈયાર કરવામાં આવેલ રેવડી અર્પણ કરી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી પદ્મનાભજી ભગવાનના શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.
આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય એ શ્રી પદ્મનાભ મંદિર પરિસરના વિકાસ માટે પોતાનો સહકાર હંમેશા રહેશે તેવી તત્પરતા દર્શાવી હતી.
ભગવાન શ્રી પદ્મનાભજી નાં સાનિધ્યમાં મંદિર પરિસરના મહંતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડી પ્રજ્વલિત કરી નિજ મંદિર પરિસરમાંથી પ્રસ્થાન પામતા જય હરિ શ્રી હરિ ના ગગનભેદી નાદ વચ્ચે ભાવિક ભક્તોએ રવાડી જ્યોત ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.