બે દિવસીય વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત જિલ્લાના 15થી 17 વર્ષના 3,946થી વધુ તરૂણોનું વેક્સિનેશન

0
4
કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષાકવચ પુરૂં પાડતી કોરોના પ્રતિરોધક રસી 15થી 17 વર્ષના તરૂણોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવી. બે દિવસીય વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત જિલ્લાના 3,946થી વધુ તરૂણોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો.
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાના નેતૃત્વમાં આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે કોરોના પ્રતિરોધક રસીકરણ માટે અસરદાર આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.22 જાન્યુઆરીના રોજ જિલ્લાના 220 જેટલા સ્થળોએ 15થી 17 વર્ષની વયજૂથના 2,718 તથા તા.23 જાન્યુઆરીના રોજ 1,228થી વધુ તરૂણોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 

રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here