બી. ટી. ફૉઉન્ડેશન, મોડાસા (ગરીબ સારવાર કેન્દ્ર ) દ્વારા વિના મુલ્યે મેડિકલ સહાય યોજના ની શરૂઆત

0
12


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
એક લાખથી વધુ રકમનું દવાનું  વિતરણ,  ફોર્મ ભરેલ દર્દીઓને દર મહિને 1 થી 5 તારીખ માં દવા વિના મુલ્યે. 

અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે આવેલ બી. ટી. ફૉઉન્ડેશન, મોડાસા (ગરીબ સારવાર કેન્દ્ર )  દ્વારા વિના મુલ્યે મેડિકલ સહાય માં મદદરૂપ થવા કાર્યરત છે. સમાજમાં જરૂરતમંદ તથા અસમર્થ દર્દીઓ જેવા કે ડાયાબિટીસ, ઈન્સુલિન, ખેંચ, થાઇરોઇડ, અસ્થામાં (દમ), કેન્સર, ટી.બી. જેવી બીમારીથી પીડાય છે. અને આવા દર્દીઓને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ નિયમિત અને લાંબા સમય સુધી દવાઓ લેવાની જરૂરિયાત ઉભી થતી હોય છે. જરૂરતમંદ તથા અસહાય દર્દીઓને નિયમિત દર માસે વિના  મુલ્યે મેડિકલ સહાય ની યોજના આજ રોજ બી. ટી. ફૉઉન્ડેશન ના મેનેજીગ ટ્રસ્ટી અને દાતા દાનવીર જનાબ મ.યુસુફ ઇસ્માઇલભાઈ ટાઢા (બાબુભાઇ ટાઢા) સાહેબ દ્વારા આ યોજના દ્વારા જરૂરતમંદ તથા અસમર્થ દર્દીઓને દવા વિતરણ કરવામાં આવ્યું હતું. અને યોજના વિષે લોકો ને માહિતગાર કરેલ  હતા. 

ડૉક્ટર વસીમભાઇ સુથાર, ગરીબ સારવાર કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉક્ટર જાસ્મિનબેન પહોંચીયા,  જુંબેદાબેન મોડાસીયા, સિરાજભાઈ સુથાર ઉપસ્થિત રહ્યા હતા.  બી. ટી. ફૉઉન્ડેશન, મોડાસા,  ગરીબ સારવાર કેન્દ્ર  ના સુપ્રિટેન્ડેન્ટ સલીમભાઇ પટેલ (એસેન્ટ)  એ છેલ્લા એક મહિના થી સમાજમાં જરૂરતમંદ તથા અસમર્થ દર્દીઓના ફોર્મ ગરીબ સારવાર કેન્દ્રમાં ભરી ને આ કામગીરી કરેલ. અને હજુ ફોર્મ ભરવાના ચાલુ જ છે,  પ્રિસ્ક્રિપ્શન મુજબ  આ  ફોર્મ  ભરેલ દર્દીઓને બી. ટી. ફૉઉન્ડેશન, મોડાસા દ્વારા એક  લાખથી વધુ રકમ ની દવા પુરી પાડી હતી. હવે આ ફોર્મ  ભરેલ દર્દીઓને દર મહિને 1 થી 5 તારીખ માં દવા વિના મુલ્યે મળી  રહેશે, તેમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here