દિવાળીના તહેવાર દરમ્યાન જિલ્લામાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં ફટાકડાનો વેપાર થાય છે આ ફટાકડાના વ્યાપાર દરમ્યાન જણાઇ આવેલ છે કે ઘણી જગ્યાએ ફટાકડા પરવાનગી વગરની દુકાનો/લારી /ગલ્લા વિગેરે સ્થળોએ દારૂખાનાના પરવાના વગર વેપાર થાય છે જેથી આવી ગેરરીતી અટકાવી શકાય તે માટે નિયંત્રણ રાખવું જરૂરી હોઇ શ્રી જિલ્લા મેજિસ્ટ્રેટ સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩ (૧ ) (એચ) થી મળેલ અધિકારની રૂએ પ્રતિબંધિક હુકમ ફરમાવેલ છે દિવાળીના તહેવાર દરમ્યાન દારૂખાનાના પરવાના વગર જાહેર માર્ગો, શેરીઓ અને ગલીઓમાં દુકાનો/લારીઓ /ગલ્લાઓ મારફતે વ્યાપાર કરતા હોય છે આના કારણે આવી પરવાના વગરની જગ્યાઓએ થતા ફટાકડાના વ્યાપાર દરમ્યાન આગ અને અકસ્માતના બનાવો બનવાની સંભાવના નકારી શકાય નહિં આમ ઉપર જાહેર માર્ગો,શેરીઓ,ગલીઓ અને અન્ય જગ્યાઓમાં દારૂખાના પરવાના વગર વેચાણ કે સંગ્રહ કરી શકશે નહી
તે અનુસંધાને આજરોજ ધોળકા પ્રાંત સાહેબ ની મુલાકાત લેતા મળતી માહિતી મુજબ બાવળા તાલુકામાં પાંચ લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવેલ છે તે સિવાય 12 અરજી આવેલ છે તેમજ ધોળકા વિસ્તારમાં 16 અરજી આવેલ છે અને તારીખ ૨૮/૧૦/૨૦૨૧ ના બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધીમાં એક પણ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલ નથી તે છતાં બાવળા શહેર તથા બાવળા ગ્રામ્યના વિસ્તારમાં આશરે ૧૫૦થી પણ વધારે ફટાકડા ની દુકાનો કોઈપણ સેફ્ટીના સાધનો વગર ધમધમે છે
કોઇપણ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોની રહેશે?
રિર્પોટ:- સહદેવસિંહ સિસોદીયા બાવળા