બાવળા તાલુકા ની ૪૬ ગ્રામ પંચાયતની ચૂંટણી ૭૩. ૦૯ ટકા મતદાન સાથે શાંતિ પૂર્ણ માહોલ માં યોજાઈ

0
11

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ગ્રામ પંચાયત ની ચુંટણી ને લઈને આજે વહેલી સવાર થી કડકડ તી ઠંડી વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી ને લઈને વાતાવરણ ગરમાયુ હતું ત્યારે મતદારો ની મતદાન મથક માં લાંબી કતારો જોવા મળી હતી જેમાં ૪૬ ગામોમાં ગ્રામ પંચાયતની સરપંચ માટે ની ચૂંટણી યોજાઈ હતી જ્યારે ગામડાઓમાં ચૂંટણી ને લઈને ભારે રસાકસી પણ જોવા મળી હતી ત્યારે મતદાન મથકો પર આરોગ્યના સ્ટાફ દ્વારા મતદારો ને થર્મલ ગન થી ચેક કરી સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોઝ સાથે એન્ટ્રી આપવામાં આવી હતી આ અંગે લોકચર્ચા મુજબ મતદારો પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટીને લાવવામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે મળતી માહિતી મુજબ સાંજે ૬ વાગ્યા સુધી ૭૩. o૯ ટકા મતદાન થયું હતું જેમાં ગામના દરેક બુથ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખી ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો ત્યારે આ મતદારો કોને પડતા મૂકે છે ને કોને ઊંચકે છે ત્યારે કોને વિજયની વરમાળા પહેરાવે છે તે તો હવે ૨૧ ડિસેમ્બરના રોજ મત ગણતરી ના દિવસે જોવું રહ્યું

રિર્પોટ:- સહદેવસિંહ સિસોદીયા બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here