
પત્રકાર એકતા સંગઠન પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા . ગીરવાનસિહ સરવૈયા અને ગૌરાંગ પંડ્યા તેમજ ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અંબારામ રાવલ ની સુચના અનુસાર આગામી સમયમાં ગુજરાત પત્રકાર એકતા સંગઠન માળખું તૈયાર કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે પત્રકાર એકતા સંગઠન પ્રદેશ મંત્રી શ્રી હેમુ ભા વાઘેલા તથા બનાસકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ શ્રી વસંત ગૌસ્વામી ની અધ્યક્ષ સ્થાને ડીસા ખાતે આવેલ દિવ્ય સંઘર્ષ ની ઓફિસ પર મિટિંગ યોજાઈ હતી
જેમાં ડીસા તાલુકા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રધાનજી પરમાર અને હિતેશ રાજપુત. હર્ષદ પટેલ સહિત સમગ્ર પત્રકારો દ્વારા સુંદર કામગીરી કરી ને પ્રમુખ શ્રી વસંત ગૌસ્વામી ની અધ્યક્ષ સ્થાને યોજાયેલ મિટીંગમાં ડીસા શહેર ના પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ તરીકે દિલીપ ત્રિવેદી ની વરણી કરવામાં આવી હતી ત્યારે પુષ્પ ગુચ્છ આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે દરેક પત્રકાર મીત્રો એ અભિનંદન પાઠવ્યા હતા ત્યારે હવે બાકી રહેલા તમામ તાલુકા માં પત્રકાર એકતા સંગઠન ની રચના કરવામાં આવશે તેવું પ્રમુખ શ્રી વસંત ગૌસ્વામી એ જણાવ્યુ હતું..અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ .બનાસકાંઠા