તારીખ 11/12/2021 ને શનિવાર બપોરે 2:00કલાકે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ની જિલ્લા કારોબારી ની મિટ્ટિન્ગ કાંકરેજ તાલુકા ના થરા ખાતે યોજાઈ ગઈ
આજની આ જિલ્લા કારોબારી મા પધારેલા બનાસકાંઠા જિલ્લા ના તમામ તાલુકા ના પ્રમુખશ્રી તથા મંત્રીશ્રી, કારોબારી સભ્યો તથા જિલ્લા પ્રતિનિધિ ઓનું કાંકરેજ તાલુકા ઉત્કર્ષ મંડળ ના પ્રમુખશ્રી ભગવાનભાઇ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ના પ્રમુખ વાલાભાઇ પરમાર દ્વારા જિલ્લા પંચાયત પાલનપુર દ્વારા મળેલ માન્યતા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી ત્યારબાદ મંત્રીશ્રી જીતુભાઇ દ્વારા માન્યતા લેટર નુ વાંચન કરવામાં આવ્યું
મિટ્ટિન્ગમાં ઉત્કર્ષ મંડળ ના પ્રમુખશ્રી વાલાભાઇ દ્વારા મંડળ ની આગામી રણનીતિ વિશે સભામાં રજૂઆત કરેલ જેમાં જનરલ મિટિંગ તેમજ નવીન સભાસદ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી
આ મિટિંગ મા ભાભર ઉત્કર્ષ મંડળ ના પ્રમુખ કુંવર સિંહ પરમાર કાંતિલાલ ઉત્પલ કુલકરણી. હિતેશભાઈ ડીસા. સંજયભાઈ સુતરીયા તેમજ અન્ય શિક્ષકો ઉપસ્થિત રહેલ
આજની મિટિંગ ના દાતા ભરતભાઈ જાદવ પણ હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન બળદેવભાઈ ચાવડા ધ્વરા કરવામાં આવ્યું એમ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ના પ્રમુખશ્રી વાલાભાઇ પરમારે જણાવ્યું હતું.
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા