બનાસકાંઠા જિલ્લાના ઈપીએસ 95 સમાવેશ થયેલા તમામ વિભાગના નિવૃત્ત થયેલ કર્મચારીઓએ ૨૫ થી ૩૫ વર્ષની ફરજ દરમિયાન દર માસના પગારમાંથી રૂપિયા 541 કરતા વધુ રકમ કપાત કરીને ઈપીએસ પેન્શન ફંડમાં જેમાં કરાવેલ છે. જેની ગણતરી કરીએ તો ઓછામાં ઓછા નવ લાખ કરતાં પણ વધુ રકમ થવા જાય છે. જે રકમ બેંકમાં હોય તો 7500 કરતાં પણ વધુ વ્યાજ મળતું હોત અને પૂરેપૂરી રકમ વારસદારોને મળી શકે.
આ જમા કરાવેલ રકમની સામે નિવૃત્તિ બાદ રૂપિયા 300 થી 2500ની આસપાસ મામુલી પેન્શન ચુકવવામાં આવી રહ્યું છે. જેનાથી દૂધ કે શાકભાજી પણ ખરીદી શકાતા નથી. આ પેન્શનરોને ન્યાય મળે તે માટે છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી માધાપર ભુજ-કચ્છ, રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ બુલઢાણા, મહારાષ્ટ્રના માનનીય અધ્યક્ષશ્રી ના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં કાર્ય કરી રહેલ છે.
હાલમાં પેન્શન નો સંદેશો પહોંચાડવા રાષ્ટ્રીય પોસ્ટકાર્ડ અભિયાન ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ છે. એમાં બનાસકાંઠાના તમામ વિભાગના હોદેદારશ્રીઓ, સભ્યશ્રીઓ, પેન્શનર્સ ભાઈઓ અને બહેનોને માનનીય વડાપ્રધાન શ્રી ભારત સરકાર નવી દિલ્હીને પોસ્ટકાર્ડ લખી મોકલવા માટે હાકલ કરવામાં આવેલ છે. જેમાં
આપનું નામ
ગામ
તાલુકો
જિલ્લો
વિભાગનું નામ
લખી વડાપ્રધાન શ્રી ને મોકલી આપવાનું રહેશે. જેની સમયમર્યાદા તારીખ 31-1-2022 સુધીની છે.આ કાર્ય સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ છે. જે આપની જાણ સારું. વધુ વિગત માટે સંપર્ક કરો
૭૪૦ ૫૦ ૭૪૦ ૮૬.
આપના આભારી,
આર સી પટેલ, બી કે ચૌહાણ
માધાપર, ભુજ-કચ્છ, ગુજરાત.