ઇડર..
ઇડર તાલુકાના બડોલી ગ્રામ પંચાયતનું વિભાજન થતાં બુઢીયા પંચાયત અસ્તિત્વમાં આવતા વોર્ડ ,બુથ નું વિભાજન પ્રક્રિયા થઈ રહી છે.જેને લઈને નવી અસ્તિત્વ માં આવેલ ગ્રામ પંચાયતો માં હાલ પહેલા તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા યોજાય તેમ ન હોઈ બીજા તબક્કામાં યોજાનાર છે.
આ બાબતે બડોલી પંચાયત ના વહીવટદાર નરેશભાઇ પટેલ અને તલાટી કમ મંત્રી જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે પંચાયત વિભાજન ને 90 દિવસ થી વધુનો સમય થયો હોય તો જ ચૂંટણી પ્રક્રિયા થઈ શકે તેમ છે. જ્યારે બડોલી બુઢિયા પંચાયત ને અલગ થતા સમય પૂરો ન થવાને લઇ વોર્ડ,બુથ અંગેની કામગીરી બાકી હોય બડોલી બુઢિયા પંચાયત ની ચૂંટણી યોજાઈ શકે તેમ નથી.
ત્યારે સરપંચ અને સભ્યો ના પદ માટે તલપાપડ ઉમેદવાર ને હજુ રાહ જોવાનો સમય આવ્યો છે. જ્યારે આવતા મહિને યોજાનારી ચૂંટણી ને લઈને ઉમેદવારો અને ગ્રામ જનોમાં ભર શિયાળે જે ગરમાવો આવ્યો છે. તે ચૂંટણી પ્રક્રિયા રદ થવા ને લઈને ગરમાવો ઉડી જતા ઠંડીમાં થીજાવી દે તેવું લાગી રહ્યું છે.
ઇડર….