ઇડર..
બડોલી પ્રાથમિક શાળા નંબર એક ખાતે ગુરૂવારના રોજ ધોરણ 6 થી 8 ના બાળકોનો ગિજુભાઈ બધેકા લાઈફ સ્કીલ મેળો યોજાયો હતો. જેમાં બાળકોને ફ્યુઝ બાંધવો, સ્ક્રુ ચઢાવો, કુકર બંધ કરવું, ખીલી લગાડવી, ટાયર પંચર કરવું, શરીરની સ્વચ્છતા અને વ્યસન થી થતુ નુકશાનની જાણકારી જેવા જીવન કૌશલ્ય શિક્ષણ મેળવ્યું હતું .આ પ્રસંગે શાળાના આચાર્ય અરવિંદ દીક્ષિત દ્વારા માર્ગદર્શન પૂરું પડાયું હતું. જ્યારે અન્ય શિક્ષક દ્વારા બાળકો જોડે જુદી પ્રવૃત્તિઓ કરાવી સમજ આપવામાં આવી હતી.
ઇડર..