ઇડર…
બડોલી ગામે દશેરાના દિવસે સાંજે અતી દુર્લભ એવા સીદડી ના વૃક્ષ નું પૂજન કરાયું હતું.
માન્યતા પ્રમાણે દશેરા ના દિવશે સીદડી ના વૃક્ષના દર્શનનું મહત્વ રહેલું છે.
ઉલ્લેખનીય છે કે મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાત વાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમના હથિયાર સીદડી ના વૃક્ષમાં છુપાવ્યા હતા. ત્યારે દશેરાના દિવસે તેમના હથિયાર સીદડી ના વૃક્ષ પરથી નીચે ઉતર્યા હતા.જે હથિયાર ને સીદડી ના વૃક્ષે અકબંધ રીતે સાચવ્યા હોઈ સીદડી માતાનું પાંડવોએ પૂજન કરી આભાર વ્યક્ત કર્યો હતો .
જેને લઈને દશેરાની સાંજે સીદડી ના વૃક્ષનું પૂજન કરી તેના થડ નું છોડું વખોડી ઘરમાં પૂજામાં અને તિજોરીમાં રાખવાનું મહત્વ છે. તેમજ હવન માં પણ સીદડી ના વૃક્ષ નું લાકડું વપરાય છે.એવું અમૂલ્ય વૃક્ષ બડોલી ગામે વર્ષો થી અડીખમ ઉભું છે.
ત્યારે દશેરા ના દિવસે બડોલી ગામના લોકો સીદડી ના વૃક્ષનું પૂજન કરવા આવતા હોય છે. જ્યારે વૃક્ષની આજુબાજુ ગંદકી ના ઢગ ખડકાયા છે.જેને લઈને દર્શને આવનાર લોકો ની લાગણી દુભાઈ હતી.દર્શને આવનાર ગ્રામ વાસીઓ એ જાતે ગંદકી દૂર કરી દર્શન કર્યા હતા.
ઇડર તાલુકામાં ગણત્રીમાત્ર ના વૃક્ષ માં આ અતિ દુર્લભ વૃક્ષ છે. તેની જાળવણી કરવી ખૂબ જરૂરી બની છે.ત્યારે ગામના વડીલો દ્વારા જણાવાયું હતું કે આ બાબતે પંચાયત જાગૃત બની ગંદકી દૂર કરી વૃક્ષની જાળવણી કરે એ જરીરી બન્યુ છે.પંચાયત ઘર ની બિલકુલ સામે આવેલ આવા વૃક્ષની જાળવણી ન કરાય તેનું ખૂબ દુઃખ થાય છે.
ઇડર.. બ્યુરો…