૧૫ નવેમ્બર આદિવાસી જનનાયક બિરસા મુંડા ની જન્મજયંતિ નિમિત્તે ફતેપુરા તાલુકામાં આદિવાસીઓએ રાષ્ટ્રીય આદિવાસી સ્વાભિમાન દિવસ ધામધૂમથી ઉજવ્યો. આ અંતર્ગત ફતેપુરા તાલુકાના આદિવાસીઓએ પણ આખા તાલુકામાં બિરસા રથ કાઢી રાષ્ટ્રીય આદિવાસી સ્વાભિમાન દિવસ ઉજવ્યો હતો. મોટી રેલ પૂર્વ થી બિરસા રથયાત્રાની શરૂઆત થઈ હતી અને નિંદકા પૂર્વ, સુખસર, બલૈયા ક્રોસિંગ, સરસવા તથા અન્ય વિસ્તારોમાંથી પસાર થઈ પિપલારા મુકામે સમાપન થયું હતું. જ્યાં જ્યાં બિરસા રથ પસાર થયો ત્યાં ત્યાં દરેક ગામમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું. આદિવાસી આગેવાન રાજૂ વલવાઈ દ્વારા અલગ અલગ જગ્યાએ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. નિંદકા પૂર્વના આદિવાસી ગણવીરો દ્વારા રેલી માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તથા મોટી સંખ્યા માં લોકો ની ઉપસ્તથી માં આખો કાર્યક્રમ સફળતા પૂર્વક અને શાંતિથી સંપન્ન થયો હતો.
રિપોર્ટ રાહુલ ચરપોટ