આજરોજ તારીખ ૧૨/૧/૨૦૨૨ના રોજ પ્રાથમિક શૈક્ષિક સંઘ દેવગઢ બારીયા કર્તવ્ય બોધ કાર્યક્રમ તોયણી પ્રા. શાળામાં કરવામાં આવ્યો. જેમાં દાહોદ પ્રાથમિક શૈક્ષિક અધ્યક્ષ બળવંત ડાંગર સાહેબ, મહામંત્રી નીતેશભાઈની ઉપસ્થિતિમાં તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘ અધ્યક્ષ કિશનભાઇ મંત્રી, સવજીભાઈ તેમજ સંગઠન મંત્રી અને સમસ્ત કારોબારી સભ્યો તેમજ તાલુકાની શાળામાંથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. આવેલ મહેમાનશ્રીઓનું ફૂલછડીથી અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. મહામંત્રી નિતેશભાઈએ સ્વામી વિવેકાનંદના જીવન વિશે ખૂબ સરસ માહિતી આપી. અધ્યક્ષ બળવંત સાહેબે સુભાષચંદ્ર બોઝ અને સ્વામી વિવેકાનંદના સમસ્ત જીવન અને કાર્યો વિશે તેમજ શિક્ષકના કર્તવ્ય વિશે ખૂબ સરસ માહિતી આપી.
કવિવર રવિંદનાથ ટાગોરે કહ્યુ છે કે તમારે ભારતને સમજવું છે તો સ્વામી વિવેકાનંદના જીવન વિશે જાણો. છેલ્લે કિશનભાઇ એ હાજર રહેલા તમામનો આભાર વ્યક્ત કર્યો. રાષ્ટ્ર કે હિત મે શિક્ષા..શિક્ષા કે હિત મે શિક્ષક..શિક્ષક કે હિત મે સમાજ.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ