ગુજરાત
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા છેલ્લા બે વર્ષથી અનેક પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો,તાલુકા સ્તર થી જીલ્લા સ્તર અને રાજ્ય સ્તરે આવેદનપત્રો આપવાનો,ધરણાં તથા દેખાવો અને ઓનલાઇન આદોલન થી ફીઝીકલ રીતે સત્યાગ્રહ છાવણી ગાધીનગર ખાતે દેખાવો અને શિક્ષક / શિક્ષિકા ઓની ધરપકડ જેવા કાર્યક્રમો યોજાયા હતા સરકાર ના માન્ય શિક્ષણ મંત્રી સહિત માન.શિક્ષણ સચિવ શ્રી અને નિયામકશ્રી તેમજ અધિકારીઓ સાથે અનેકવાર બેઠકો સંગઠન ના હોદ્દેદારો સાથે થઈ હતી ખૂબ સકારાત્મક અને શિક્ષક હિતમાં થયેલી બેઠકો બાદ માન.જીતુભાઇ વાઘાણી સાહેબની શિક્ષકો પ્રત્યે ની લાગણીઓ અને નિર્ણયો લેવાની આક્રમકતાના કારણે 23/5/2012 ના પ્રાથમિક શિક્ષકોના બદલી/બઢતી સહિત ના અનેક નિયમો માં ખૂબ મોટા ફેરફાર કરી ગુજરાતના બે લાખ શિક્ષકો અને એમના પરિવારોમાં આનંદની અનુભૂતિ કરાવતા આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના હોદ્દેદારો એ ગાધીનગર ખાતે માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન.શિક્ષણ મંત્રી શ્રી અને અમારુ ગૌરવ એવા શ્રી જીતુભાઇ વાઘાણી સાહેબ, માન.કુબેરભાઈ ડીડોર સાહેબ, માન.શ્રી કીર્તિ સિંહ વાઘેલા સાહેબ તથા પ્રાથમિક શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ ,પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઈ જોષી સાહેબ તથા નાયબ નિયામકશ્રી મહેશભાઈ રાવલ સાહેબ નો સંગઠન દ્વારા પ્રત્યક્ષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો રાજ્ય ના અધ્યક્ષ શ્રી ભીખાભાઇ પટેલ, મહામંત્રી શ્રી મિતેશ ભાઇ ભટ્ટ, સંગઠન મંત્રી શ્રી ઘનશ્યામ ભાઇ પટેલ, સહ સંગઠન મંત્રી શ્રી રતુભાઈ ગોળ, માધ્યમિક ના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ચૌધરી અરૂણ ભાઇ જોષી, સરદાર સિંહ મછાર,પરેશ ભાઈ પટેલ, તરુણ ભાઈ વ્યાસ, કમલેશ ભાઇ પટેલ અમરીશ ભાઈ ઝિઝુવાડીયા સહિત રાજ્ય કારોબારી ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એચ.ટાટ. ના થોડા બાકી રહેલા પ્રશ્નો,મહાનગરપાલિકા નો 4200 ગ્રેડ પે તથા માધ્યમિક સંવર્ગાના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આગામી બજેટ સત્ર બાદ આ પ્રશ્નો ઉકેલાશે ત્યારે ગુજરાતમાં લગભગ શૂન્ય પડતર પ્રશ્નો હશે અને એ એક ઐતિહાસિક ઘટના બની રહેશે
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આજે સંતોષ ની લાગણી વ્યક્ત કરી સર્વે નો આભાર માન્યો
રીપોર્ટ……..જીતેન્દ્ર ઠાકર