આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સેવનિયા ના નડાતોડ ગામ માં સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં નડાતોડ ગામના સરપંચશ્રી રાઠવા ભુપતભાઈ અમરસિંહ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ને કેમ્પ શરૂ કરવામાં આવી હતી. આ કેમ્પમાં આયુષ્માન કાર્ડ કાડવામાં આવ્યા જેનો પણ ગ્રામજનો એ લાભ લીધો હતો. T.B ના રોગ માટે X RAY વાન આવી જેમાં ૨૮ લાભાર્થી ના X RAY કરવામાં આવ્યા. કેમ્પ માં પ્રા.આ.કે. સેવનીયા ના મેડિકલ ઓફીસરશ્રી ડૉ. સુભાષ તરલ, ડૉ ધારા પટેલ તથા આયુષ ડૉ. પ્રિયાંકાબેન દ્વારા દર્દી ની તપાસ કરવામાં આવી. RBSK ની ટીમ જેમાં ડૉ. સુરેશભાઈ અને ડૉ. ભાવિકાબેન દ્વારા પણ દર્દી ની તપાસ કરવામાં આવી. RKSK પ્રોગ્રામ ની કામગીરી પણ કરવામાં આવી તથા મલેરિયા, સિકલસેલ રોગ ની તપાસ પણ પ્રોગ્રામ કાઉન્સિલર દ્વારા કરવામાં આવી. પ્રા.આ.કેન્દ્ર ના સુપરવાઈઝર શ્રી કે.વી.પટેલ. નાડાતોડ ગામ ના MPHW, FHW, ASHA, તથા પ્રા.આ. કેન્દ્ર માં સ્ટાફ નર્સ, સ્ટાફ, તથા MPHW, FHW, દ્વારા પણ આ કેમ્પ નું આયોજન કરી ને કેમ્પ ને સફળ બનવામાં આવ્યો.