પ્રાંતિજ પંથકમાં નાયકો પાસે હાલરડું ગવડાવવાનો અનોખો રિવાજ આજે પણ જીવંત જોવા મળે છે

0
11

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર કુઇ પંથકમાં દશેરા પછી ક્ષત્રિય સમાજમાં તેમજ પાટીદાર સમાજ માં જેને પહેલા ખોળા નો દીકરો દીકરી હોય તેના ઘરે નાયક સમાજ દ્વારા હાલરડુ ગવડાવવામાં આવે છે જેના ભાગરૂપે કટુંબી જનો, સગા સંબંધીઓ તેમજ ગ્રામજનોને દીકરા ના માતા પિતા દ્વારા આમંત્રણ આપવામાં આવે છે ત્યારે નાયક સમાજ ની ટીમ તબલા ભૂંગળ અને કોસીજોડ જેવા વાજિંત્ર ના નાદ થી દીકરાને હાથમાં લઇ હાલરડુ ગાય છે તે સમયે દીકરાના મોસાળ પક્ષ ના મામા તરફથી દર દાગીના ,રોકડ રકમ ,વસ્ત્ર અને તાંબા પિત્તળ ના વાસણ જેવી ભેટ સોગાદ નાયક ને આપવામાં આપે છે ત્યારે ઉપસ્થિત ગ્રામજનો પણ ઢાલના રૂપે નાયક ને દક્ષિણા આપે છે ત્યારે આ ઢાલ રૂપે આપેલી દક્ષિણા નાયક પોતાના ચોપડામાં નોંધ કરી રાખે છે જે વર્ષો સુધી આ ચોપડામાં સંગ્રહ કરી રાખે છે ત્યારે નાયક કનુભાઈ ના જણાવ્યાનુ સાર પહેલા ખોળાના દીકરા નુ હાલરડુ ગાવાથી તે સુલક્ષણો અને હોશિયાર બને છે અને હાલરડું ગાઈને દીકરા ને નાયક દ્વારા સારા આશીર્વાદ પણ આપવામાં આવે છે ત્યારે દીકરાના માતા-પિતા દ્વારા નાયક ને સારું દાન પણ આપવામાં આવે છે અને છેલ્લે સમાજના તેમજ ગ્રામજનો ગોળ ખાઇ મોં મીઠું કરી છુટા પડે છે જેમાં નાયક ની ટીમ નવરાત્રી પછી ગામના ચાચર ચોકમાં માતાજી ની જાતર રમીને પગે બાંધેલો બળીયાદેવ તેમજ બહુચર માતાજી નો ઘૂઘરો છોડવામાં આવે છે ત્યારે તેમના ઘરાસ માં જેટલા ગામ હોય તેટલા ગામે રાત્રે માતાજી ની ભવાઈ ભજવવામાં આવે છે અને બીજા બીજા દિવસે ગામડાઓમાં હાલરડાની હોડ જામે છે
ત્યારે આટલી ટેકનોલોજી યુગમાં પણ નાયક સમાજ દ્વારા ગવાતા હાલરડા તેમજ ભવાઈ જેવી હિંદુ સંસ્કૃતિ ગામડાઓમાં આજે પણ જીવંત જોવા મળી રહી છે

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here