પ્રાંતિજ ના સીતવાડામાં આવેલ અલખ ધામ આશ્રમ માં શિષ્યો દ્વારા ગુરુ પૂજા કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

0
5

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સીતવાડા ખાતે આવેલ અલખ ધામ આશ્રમ ગુરુપૂર્ણિમા ને લઈને વહેલી સવારથી જ શિષ્યો ની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે મહંત શ્રી 108 ભક્તિ નંદ ગિરી બાપૂ ગુરુ શ્રી અનંત વિભૂતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રા નંદ ગિરી બાપુ પંચ દસ નામ જુના અખાડા મ્યુકુંદ ગુફા જૂનાગઢ ના આશીર્વાદ થી સીતવાડા અલખ ધામ આશ્રમ ના ભક્તિ નંદગીરી બાપુ અને ભૂરી નંદગીરી માતાજી ની આવેલ ભક્તો દ્વારા કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે અલખધામ આશ્રમના ભક્તિ નંદગીરી બાપુ દ્વારા ગુરુનો મહિમા સમજાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત શિષ્યનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે ચુવાળ ડાંગરવા રાધાકૃષ્ણ મંડળ અને વાઘપુર ભક્ત મહિલા મંડળ દ્વારા ભજન સત્સંગ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે અનેક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો જેમાં ભક્તિ નંદ ગીરી બાપુ એ એમની આગવી શૈલીમાં યુવાનો ને વ્યસન મુક્તિનો આહવાન કર્યું હતું. ત્યારે આ અલખ ધામ આશ્રમમાં દૂર દૂર થી શિષ્યો અહીં પધારે છે ત્યારે ઉપસ્થિત શિષ્ય નંદ ગીરીબાપુ અને ભૂરી નંદગીરી માતાજી આશીર્વાદ લઈ રામદેવપીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે સીતવાડા અલખધામ આશ્રમમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here