સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અનવરપુરા ગામમાં બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલું છે અને માઇભક્તો માતાજી ની માનતા રાખે છે અને તેમની માનતા પરીપૂર્ણ થતા પ્રસાદ પણ ધરાવવામાં આવે છે અને દૂર દૂર થી અહીં માઇભક્તો માતાજી ના દર્શન કરવા આવે છે આ મંદિર ની પૂજા અર્ચના ભાવેશભાઈ મહારાજ દ્વારા કરવામાં આવે છે ત્યારે આજે પૂનમ ના દિવસે એક માઇભક્ત દ્વારા માતાજી નો અન્નકૂટ ભરવામાં આવ્યો હતો ત્યારે મંદિર ના પૂજારી તેમજ માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
અલ્પેશ નાયક