પોલીસ કમૅચારીઓ નાં પ્રશ્ને પાટણ જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા સરકારને ઉદેશી કલેકટરને આવેદનપત્ર આપ્યું..
પાટણ તા.૨૭
પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કમૅચારીઓનાં ગ્રેડ પે મામલે બુધવારના રોજ પાટણ જિલ્લા ક્ષત્રિય સેના એ સમથૅન આપી પોલીસ કમૅચારીઓની ગ્રેડ પે ની માંગણી સરકાર દ્વારા સંતોષવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા સરકારને ઉદેશી કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ વિભાગમા ફરજ બજાવતા પોલીસ કમૅચારીઓનાં વિવિધ પ્રશ્નો સાથે તેઓની ગ્રેડ પે ની માંગણીને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સંતોષવામાં આવે કારણ કે દરેક સમાજના ધાર્મિક અને સામાજિક સહિતના તમામ પ્રસંગો, રાજકીય કાયૅક્રમો, ચુંટણીઓ,દંગા ફસાદ સહિતના મામલે પોતાના પરિવાર સાથે સમય નહીં ફાળવી લોકો ની સેવામાં ખડે પગે રહી રાત દિવસ જોયાં વીના પોલીસ કમૅચારીઓ પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે આ પોલીસ કમૅચારીઓને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ગ્રેડ પે સાથે તેઓની વિવિધ પડતર માંગણીઓ સંતોષવામા આવે તે માટે પાટણ જિલ્લા ક્ષત્રિય સેના પોલીસ કમૅચારીઓની ગ્રેડ પે સહિતના પ્રશ્નોને સમથૅન આપી પોલીસ કમૅચારીઓની માંગ સરકાર દ્વારા સંતોષવામા આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
પાટણ જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા પોલીસ કમૅચારીઓનાં સમથૅનમા અપાયેલા આવેદનપત્રના આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ક્ષત્રિય સેના નાં પ્રમુખ જીબાજી ઠાકોર, શહેર પ્રમુખ જયપ્રકાશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં જિલ્લા અને તાલુકા માથી ક્ષત્રિય સેના નાં આગેવાનો,કાયૅકરો જોડાયા હતાં.