પંચમહાલ
પંચમહાલ જિલ્લાના માતાજીના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે બ્રહ્મ સમાજના બાળકો માટે મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળાની શરૂઆત થવા જઇ રહી છે. અને આ વૈદિક સંસ્કૃત પાઠશાળામાં ભારતભર તેમજ ગુજરાત ભરના બ્રાહ્મણ સમાજના બાળકો માટે વૈદિક સંસ્કૃતિનું શિક્ષણ કર્મકાંડ, જ્યોતિષ ,તેમજ બ્રાહ્મણ ના બાળકો સુસંસ્કૃત થઈ કર્મકાંડને જ્યોતિષ કાર્યમાં આત્મનિર્ભર બની રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. બ્રાહ્મણ સમાજના બાળકો માટે પાઠશાળા મા નિવાસ ,ભોજન ,પુસ્તકો તેમજ ગણવેશ નિશુલ્ક આપવામાં આવશે . પાવાગઢ વેદાંત આશ્રમ ખાતે આ પાઠશાળા ટૂંક સમયમાં જ શરૂ થનાર છે. આ પાઠશાળામાં બ્રાહ્મણ સમાજના બાળકોને ભોજન ,પિરસણ ઉપરાંત કેટરિંગ સંબંધી શિક્ષણ પણ આપવામાં આવશે .શિક્ષણ સાથે તેમને પ્રાયોગિક કાર્ય પણ શીખવવામાં આવશે જેથી બ્રાહ્મણ સમાજના બાળકો આત્મનિર્ભર બની શકે પાઠશાળાના સંચાલક તેમજ સમાજના દાતાશ્રીઓ ના સહયોગથી આ કાર્ય પૂરું પાડવામાં આવનાર છે. બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ બાળકો માટે ધોરણ 6 થી 8 ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને પાઠશાળામાં રહી તેવો ના શિક્ષણ ઉપરાંત આ વૈદિક સંસ્કૃત પાઠશાળામાં વધારાનું વૈદિક સંસ્કૃત શિક્ષણ આપવામાં આવશે જેથી તેઓનું મૂળ શિક્ષણ બગડે નહીં આ વૈદિક પાઠશાળામાં વેકેશન બેચ માં હાલ પ્રવેશ કામગીરી ચાલુ છે નિશુલ્ક પ્રવેશ મેળવવા માટે વ્યવસ્થાપક શ્રી નો નીચે ના મોબાઇલ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે 9925783019
રીપોર્ટ……જીતેન્દ્ર ઠાકર