પાલનપુર સિવિલ સર્જને દર્દીના કપાયેલા હાથને બચાવી લીધો…

0
11


ઓર્થોપેડિક વિભાગ દ્વારા તાજેતરમા ત્રણ જટીલ સફળ ઓપરેશન કરવામા આવ્યા..

જી.એન.પી.સી ટ્રસ્ટ અંતર્ગત નિ:શુલ્ક સફળ સારવાર, ત્રણેય દર્દીઓ સ્વસ્થ થતા આપવામા આવી રજા..


બનાસકાંઠાની સૌથી મોટી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ સલંગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે વિવિધ દર્દીઓની નિ:શુલ્ક સફળ સારવાર આપવામા આવી રહી છે.વિગતે વાત કરવામા આવે તો તાજેતરમા જ ખસા ગામના વતની 26 વર્ષીય વિનોદભાઈ મકવાણા નામનુ પેશન્ટ ગત 25 ડિસેમ્બરના રોજ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ થયુ હતુ. દર્દી સાથે વાત કરતા તેણે જણાવ્યુ હતુ કે ઘાસ કાપવાના મશીનમા હાથ આવી જતા તેનો હાથ સંપુર્ણ કપાઈ ગયેલ હતો..સૌપ્રથમ તેમણે પ્રાઈવેટ હોસ્પિટલમા બતાવતા હાથ કાપવો પડશે તેવુ ડોક્ટરોએ જણાવતા દર્દી પર આભ તુટી પડયુ હતુ. છેવટે તેમણે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે સારવાર લેવાનુ નક્કી કર્યુ હતુ. દર્દી જનરલ હોસ્પિટલ ખાતે દાખલ થયુ ત્યારે તેના હાથના સ્નાયુ,ટેન્ડન અને હાડકા તુટી ગયેલા હતા. જનરલ હોસ્પિટલ ખાતે તાત્કાલીક ધોરણે દર્દીના વિવિધ રીપોર્ટ કર્યા પછી ઓર્થોપેડિક હેડ ડૉ. મંથન સોનીના માર્ગદર્શન હેઠળ ડૉ. ધનજી ચૌધરી દ્વારા સફળ ઓપરેશન કરીને હાથનુ જોડાણ કરવામા આવ્યુ છે. અત્યારે દર્દી બિલકુલ સ્વસ્થ છે તથા તેના હાથની મુવમેંટ ચાલુ થઈ ગયેલ છે. દર્દીને આજે સ્વસ્થ કરીને રજા આપવામા આવતા દર્દી અને તેના પરીવારમા ખુશી જોવા મળી હતી તેઓએ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, જી.એન.પી.સી ટ્રસ્ટના ચેરમેન શ્રી પી.જે.ચૌધરી તથા ડૉક્ટરશ્રીઓ સહિત મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સિવાય વાત કરવામા આવે તો 40 વર્ષીય દાંતાના નિવાસી જોગાભાઈ અંગારી અને તેમના ધર્મપત્નીને બાઈક પર અકસ્માત નડતા ગંભીર હાલતમા અત્રેની હોસ્પિટલમા ખાતે દાખલ થયા હતા.. દર્દીના ફીમરનુ હાડકુ બહાર આવી ગયેલ હતુ. વિવિધ રિપોર્ટ અને એક્સ-રે કરાવ્યા પછી સાંથળના હાડકા સાથે પગ 3 ભાગમા તુટી ગયેલ હતો આ સાથે તેમને કુલ 8 ફ્રેક્ચર થયેલા હતા. ડૉકટરોની ટીમ દ્વારા પેશન્ટના પગના ભાગે બહારથી માળખુ નાખવામા આવ્યુ હતુ તથા ફિક્સેટરની મદદથી હાડકાની ગોઠવણી કરવામા આવી હતી. દસ દિવસ પછી દર્દીને પ્લેટ નાખીને મુવમેંટ ચાલુ કરવામા આવી હતી. ઉપરોક્ત ત્રણેય દર્દીઓ સ્વસ્થ થતા જનરલ હોસ્પિટલ ખાતેથી આજરોજ રજા આપવામા આવી છે. અહીં નોધનીય છે કે ગલબાભાઈ ટ્રસ્ટ અંતર્ગત સિવિલ હોસ્પિટલની કાયાપલટ થઈ રહી છે તથા જિલ્લાવાસીઓને ઉત્તમ અને નિ:શુલ્ક સફળ સારવાર મળી રહી છે
..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here