
ઉત્તર ઝોન મીડિયા સેલ અને જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ઉપસ્થિત રહ્યા
જિલ્લા મીડિયા સેલની નવ નિયુક્ત હોદ્દેદારોને જવાબદારી ખંત પૂર્વક નિભવવા હંકાલ કરાઈ
લાખણી:- બનાસકાંઠા જિલ્લામાં ભાજપનું સંગઠન મજબૂત બનાવવા માટે વિવિધ મોરચા અને સેલ ના હોદ્દેદારો ની નિયુક્તિ કરાઈ રહી છે જેમાં જિલ્લા ભાજપ દ્રારા તાજેતરમાં લોકશાહી ના ચોથા સ્તંભ સમાં મીડિયા સેલની રચના કરાઈ છે જેમાં નવ નિયુક્ત જિલ્લા, તાલુકા, શહેર મંડળોના કન્વીનર ,
સહ કન્વીનરોનો પરિચય મેળવવા માટે પ્રદેશ તેમજ જિલ્લા ભાજપ ના આગેવાનોની ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે મીડિયા સેલ ની બેઠક મળી હતી
પ્રદેશ ભાજપ મીડિયા સેલના ઉત્તર ઝોન ના પ્રવકતા કિશોર મકવણા, ઉત્તર ઝોન કન્વીનર રેખાબેન ચૌધરી સહ પ્રભારી રાજુભાઇ ભટ્ટ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ની ઉપસ્થિતી માં મળેલી જિલ્લા ભાજપ મીડિયા સેલની બેઠકમાં નવ નિયુક્ત જિલ્લાના કન્વીનરો અને સહ કન્વીનરો ને ભાજપ દ્રારા સોંપવામાં આવેલી જવાબદારી ખંત પૂર્વક નિભવવા તેમજ પક્ષ તેમજ સરકારના સેવા કર્યો મીડિયાના માધ્યમ થી છેવાડાના લોકો સુધી પહોડવા હાંકલ કરાઈ હતી અને પક્ષમાં મીડિયા ની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવા માં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પ્રભારી નંદાજી ઠાકોર, મહામંત્રી ડાહ્યાભાઈ પીલીયાતર, દિલીપભાઈ ઠાકોર, કનુભાઈ દવે, જિલ્લા ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ, જિલ્લા મોડિયા સેલ ના કન્વીનર રશ્મિકાંત મંડોરા,
ધનેશભાઇ પરમાર, આશુતોષ બારોટ સહિત વિવિધ મંડળો ના કન્વીનરો, સહ કન્વીનરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- મુકેશ સોની લાખણી