
પાલનપુર અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે ઘેટા બકરા કતલખાને લઈ જતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં જીવદયા પ્રેમી સંજય પ્રજાપતિ અને વિશાલ પંચાલ એરોમાં સર્કલ પાસે હતા તે સમયે રાજસ્થાનના આબુરોડ તરફથી અમદાવાદ તરફ કતલખાને પશુઓ ભરેલી બે ટ્રકો જઈ રહી હોવાની માહિતી મળી હતી.તે દરમ્યાન આબુરોડ તરફથી આવી રહેલી બે શંકાસ્પદ ટ્રકો રોકાવી તેમાં તલાસી લેતા ઘેટા બકરા ભરેલા હોવાનો જણાયું હતું. જેથી તેઓએ ઘેટા બકરા ભરેલી બંને ટ્રકો પોલીસ મથકે લઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ડીસાના મહિલા વકીલ અને જીવદયા પ્રેમી હીનાબેન ઠક્કર પણ તાત્કાલિક પાલનપુર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગત જાણી ગેરકાયદેસર રીતે ઘેટા બકરા ને કતલખાને લઈ જતા ટ્રક ચાલક સાહેદખાન મલેક અને રમજાનખાન શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રક ની તલાશી લેતા તેમાં ખીચોખીચ ભરતા 7 ઘેટા બકરા ના મોત થયા હતા જ્યારે 500 જેટલા ઘેટા બકરા ને બચાવી લેવાયા હતા અને બંને ટ્રક ચાલકોની અટકાયત કરી અંદાજિત અઢી લાખ રૂપિયા નો જપ્ત કર્યો હતો. તેમજ બચાવેલા 500 જેટલા પશુઓને સારવાર માટે ડીસા રાજપુર પાંજરાપોળને સોંપવામાં આવ્યા હતા ઉલ્લેખની છે કે ઉતરાયણની પૂર્વ સંધ્યાય છે એક મહિલા વકીલ સહિત જીવદયા પ્રેમીઓની ટીમે 500 જેટલા અબોલ પશુઓનો જીવ બચાવ્યો હતો