સાબરકાંઠા જિલ્લામાં પાલક માતા પિતા યોજના અંતર્ગત ૭૩૯ બાળકોને રૂ. ૧,૯૫,૧૨,૦૦૦/-ની સહાય આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સમાજ સુરક્ષા દ્વારા અનાથ, નિરાધાર બાળકો માટે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.
જિલ્લાના ૭૩૯ બાળકોને પાલક માતા પિતા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજનામાં ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ જ્ઞાતિના બાળકો કે જેના માતા-પિતા અવસાન પામ્યા છે, તેવા બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં રાખી ઉછેરવાને બદલે કુટુંબમાં રાખી પ્રાકૃતિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનુ માનસિક સ્વસ્થ અને સંતુલિત વ્યક્તિના રૂપે વિકાસ થઈ શકે તે દૃષ્ટિએ પાલક માતાપિતા યોજના સરકારે અમલમાં મૂકી છે.
આ યોજનામાં અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા પિતા કે નજીકના સગાને બાળકના શિક્ષણ અને સારા ઉછેર માટે માસિક રૂ. ૩૦૦૦/- સહાય પેટે આપવામાં આવે છે. આ સહાય બાળક જ્યાં સુધી પુક્ત વય ૧૮ વર્ષ થાય ત્યાં સુધી આપવામાં આવે છે. પાલક માતા પિતા યોજના થકી મળતી સહાયથી નિરધાર બાળકોનો કૌટુંમ્બિક ઉછેળ સળરતાથી થઇ શકે છે.